SPORTS

જયસૂર્યાએ ફેંક્યો બોલ ઓફ ધ સિરીઝ, બેટ્સમેન રહી ગયો દંગ, જુઓ VIDEO

  • ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે
  • માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે
  • આ મેચમાં પ્રભાત જયસુર્યાએ શાનદાર બોલિંગ કરી

ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે યજમાન ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવના આધારે તેની પાસે 23 રનની લીડ હતી. બીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડે હેરી બ્રૂકના બેટમાંથી 56 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી, પરંતુ તેને શ્રીલંકન ટીમના લેફ્ટ આર્મ સ્પિન બોલર પ્રભાત જયસૂર્યાએ એવા બોલથી બોલ્ડ કર્યો હતો કે બ્રુકની સાથે મેદાન પર હાજર તમામ ખેલાડીઓ ચોકી ગયા હતા.

ફેન્સને વિરાટ કોહલીની યાદ આવી ગઈ

માન્ચેસ્ટર ટેસ્ટ મેચના બીજા દિવસે હેરી બ્રુકે ખૂબ જ સારી બેટિંગ કરી હતી, જેમાં તેણે 72 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ પછી, જ્યારે બ્રુકે તેની ઇનિંગ્સનો 73મો બોલ રમ્યો, ત્યારે તે તેને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને બોલ સીધો વિકેટ સાથે અથડાયો હતો.

પ્રભાત જયસૂર્યાએ આ બોલને મિડલ સ્ટમ્પની લાઇન પર ફેંક્યો હતો, જેના પર બ્રુક બોલની લાઇનમાં આવ્યો હતો અને ક્રિઝની અંદર જઈને તેનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પિચ પર પડ્યા બાદ બોલ ટર્ન થઈ ઓફ સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું.બ્રુક બોલ્ડ થયા બાદ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. ત્યારબાદ ફેન્સને પણ કોહલીની બોલિંગ યાદ આવી હતી.

જેમી સ્મિથે ઇંગ્લેન્ડની ઇનિંગની કમાન સંભાળી હતી

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે, ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 187ના સ્કોર સુધી એક સમયે તેની અડધી ટીમ પેવેલિયન ભેંગી થઈ હતી. અહીંથી વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે એક છેડેથી ઇનિંગ્સને સંભાળીને ટીમને શ્રીલંકાના પ્રથમ દાવના સ્કોર પર લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજા દિવસની રમતના અંતે જેમી સ્મિથ 72 રન સાથે રમી રહ્યો હતો જ્યારે ગસ એટિંકસન 4 રન બનાવીને તેની સાથે અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી બીજા દિવસની રમતમાં અસિતા ફર્નાન્ડોએ 3, પ્રભાત જયસૂર્યાએ 2 જ્યારે વિશ્વા ફર્નાન્ડોએ એક વિકેટ ઝડપી હતી.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button