NATIONAL

UPS: ભારતીય રેલવેના લાખો કર્મચારીઓની જીત સાથે ગુડ ન્યૂઝ

  • મોદી સરકારે પેન્શન સ્કીમને લઈને મોટો નિર્ણય લીધો છે
  • યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપવામાં આવી છે
  • આ યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે

મોદી સરકારે પેન્શન સ્કીમને લઈને મોટો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજના (OPS) અને નવી પેન્શન યોજના (NPS)ની જગ્યાએ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપવામાં આવી છે. સરકારે કહ્યું કે જે કર્મચારી 25 વર્ષથી કામ કરે છે તેને સંપૂર્ણ પેન્શન મળશે. યુપીએસ સ્કીમથી 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. આ યોજના 1 એપ્રિલ, 2025 થી લાગુ કરવામાં આવશે.

આ નિર્ણય પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલ (JCM)ના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી. આ બેઠક પીએમના નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી. NFIRના જનરલ સેક્રેટરી ડૉ. એમ. રાઘવૈયાએ આ અંગે નિવેદન આપ્યું છે.

ડૉ એમ રાઘવૈયાનું આ અંગે નિવેદન

આ નિર્ણય બાદ NFIRના જનરલ સેક્રેટરી ડૉ એમ રાઘવૈયાએ જણાવ્યું હતું કે, અમે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પેન્શન કમિટી સાથે બેઠક કરી હતી. જેમાં યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા પણ અમારી માગ હતી કે સરકાર યુનિફાઇડ પેન્શન યોજનમાં OPS અને NPSને રીએક્સેક્સ કરવામાં આવે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ત્રણ વખત બેઠક યોજી હતી. જેમાં 15 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં યુનિફાઇડ પેન્શન સ્કીમનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યા હતો અને આજે તેને અંતિમ મોહર આપવામાં આવી છે.

સરકારે કહ્યું કે જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ કામ કર્યું હોય, તો તેને નિવૃત્તિ પહેલા છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના ઓછામાં ઓછા 50 ટકા પેન્શન તરીકે મળશે. જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે, તો તેના પરિવારને મૃત્યુ સમયે મળેલા પેન્શનના 60 ટકા મળશે.

સંદેશ ન્યુઝના અહેવાલની અસર

થોડા દિવસ પહેલા NFIRના જનરલ સેક્રેટરી ડૉ. એમ. રાઘવૈયાના મુદ્દાઓને સંદેશ ન્યુઝે વાચા આપી હતી.જેમાં તેમણે યુનિફાઇડ પેન્શન સ્કીમ લાગું કરતા પેહલા કર્મચારીઓને OPS અને NPS અંતર્ગત મળતા DA આપવાનું કહ્યું હતું. યુનિફાઇડ પેન્શન યોજનામાં OPS અને NPSને રીએક્સેક્સ કરવાની માંગ કરી હતી. તેમણે રેલ્વેમાં મુસાફરોની સુરક્ષા અને ઉત્પાદન અંગે પણ વાત કરી હતી. હવે કેન્દ્ર સરકારમાં તેમની વાચાના સાનુકુળ પડઘા પડ્યા છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button