GUJARAT

Godhra: પંચમહાલ જિલ્લાના ત્રણેય જળાશયમાં નવા નીરની આવક

  • કરાડ ડેમની જળ સપાટી 42 ફૂટે પહોંચી, પાનમ ડેમમાં 33 હજાર ક્યૂસેકની આવક સાથે જથ્થો 73% નોંધાયો
  • પાણીની સતત આવક નોંધાતા એક તબક્કે તમામ ગેટ ખોલી 46 હજાર ક્યૂસેક પાણી હડફ્ નદીમાં છોડાયું હતું
  • હડફ્ ડેમમાં પાણીની સતત આવક નોંધાતાં પાણી છોડાયું હતું. જ્યારે કૂવાઝરને જોડતાં માર્ગનો કૉઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો.

પંચમહાલ જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે પંચમહાલના કરાડ, હડફ્ અને પાનમ ડેમ નવા નિર ની નોંધપાત્ર આવક થતાં જળાશયોનું જળસ્તર ઊંચું આવ્યું છે.આ ઉપરાંત નદી નાળા અને ચેકડેમ પણ છલકાઈ ગયા છે. સાર્વત્રિક મેઘમહેર થતાં જ ખેડૂતો ને પણ પોતાના પાકને જીવનદાન મળવાની આશાઓ બંધાઇ છે. કરાડ ડેમનું જળ સપાટી લેવલ 42 ફૂટની સપાટીએ પહોંચી છે.

જ્યારે હડફ્ ડેમ 90 ટકા ઉપરાંત ભરાઈ જતાં રૂલ લેવલ સપાટી જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. એવી જ રીતે જિલ્લાના મુખ્ય જળાશય પાનમ ડેમમાં પણ રવિવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 33 હજાર ક્યુસેક પાણીની આવક થવા સાથે પાણીનો જથ્થો 73 %નોંધાયો હતો. આમ જિલ્લાના જળાશયોમાં નવા નિર ની આવક થતાં જ હાલ ખેડૂતોને શિયાળામાં સિંચાઈ પાણીની સુવિધા મળવાની આશાઓ બંધાઈ છે. ઉલ્લેખનીય છેકે હડફ્ ડેમ માંથી શનિવારે રાત્રે પાંચ ગેટ ખોલી 46હજાર ક્યુસેક પાણી હડફ્ નદીમાં છોડવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ બે દિવસથી સાર્વત્રિક મેઘ મહેર થતાં જ ધરતીપુત્રોને ચોમાસુ ખેતી નિષ્ફ્ળ જવા ની શકયતાઓ વચ્ચે હવે પાકને જીવનદાન મળવાની આશા બંધાઇ છે. બીજી તરફ્ જિલ્લાના મુખ્ય પાનમ ડેમ કરાર ડેમ અને હડફ્ ડેમમાં પણ ઉપવાસમાં થયેલા વરસાદને લઈને નોંધપાત્ર નવા નિર ની આવક નોંધાઇ છે. જિલ્લાના કરાડ જળાશયની વાત કરવામાં આવે તો કરાડ જળાશયની રૂલ લેવલ સપાટી 140.08 મીટર છે ,જ્યારે હાલનું પાણીનું લેવલ 134.05 મીટર સુધી પહોંચતા ડેમમાં પાણીની જળ સપાટી 42 ફૂટ નોંધાઇ છે આ લખાઈ રહ્યું છે દરમિયાન પણ 392 ક્યુસેક પાણીની આવક ડેમમાં નોંધાઈ હતી. પાનમ ડેમની વાત કરવામાં આવે તો ડેમની રૂલ લેવલ સપાટી 127.41મીટર છે અને હાલની જળ સપાટી 124.85 મીટર નોંધાઇ છે સાથે જ બપોરે ત્રણ કલાકે 33600 ક્યુસેક પાણીની ડેમમાં આવક નોંધાવવા સાથે પાણીનો જથ્થો 73 ટકાએ પહોંચ્યો છે. એવી જ રીતે હડફ્ ડેમમાં પણ ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને પાણીની આવકમાં વધારો સતત થઈ રહ્યો છે જેથી ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે હડફ્ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે .શનિવારે મોડી રાત્રીએ હડફ્ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરાઈ હતી જેમાં રાત્રે એક વાગ્યાના અરસામાં પાંચ ગેટ ખોલી 46 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા હડફ્ નદીમાં પૂરની સ્થિતિના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે ડેમમાં પાણીની આવક ઓછી થતા તબક્કાવાર ગેટ નું લેવલ ઓછું કરવામાં આવ્યું હતું .આ લખાઈ રહ્યું છે દરમિયાન ડેમના ત્રણ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી 9000 ક્યુસેક પાણીની આવક સામે 9200 પાણી હડફ્ નદીમાં છોડવામાં આવ્યું હતું. પાનમ ડેમ સંપૂર્ણ 100 % ભરાઈ જવા ની હાલ શક્યતાઓ જોવા મળી રહી છે.

પાનમ જળાશયમાં જળ સપાટીમાં વધારો થતાં 70% ભરાઈ ગયું

શહેરા : પંચમહાલ જિલ્લાના જીવા દોરી સમાન પાનમ જળાશયમાં સતત પાણીની નવી આવક થતા જળ સપાટીમાં વધારો થવા સાથે 70% પાણીથી ભરાઈ ગયો હતો. જ્યારે પાનમ જળાશયમાં ઉપરવાસમાંથી 50,244કયુસેક પાણીની આવક થવા સાથે જળ સપાટી 124.70મીટર પહોંચી હતી.ખેડૂતોની માર્ગને લઈને પાનમ સિંચાઈ કેનાલમાં 300કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતુ.જોકે પાનમ જળાશય ના ઉપરવાસ માંથી પાણીની નવી આવક થતા જળાશય 70% પાણીથી ભરાઈ ગયો હતો. જળાશયમાં થઈ રહેલી નવી પાણીની આવકને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

માતરિયાથી કૂવાઝરને જોડતાં માર્ગનો કૉઝ-વે પાણીમાં ગરકાવ થયો

હડફ્ ડેમમાંથી શનિવારે મોડી રાત્રે ડેમ ની રૂલ લેવલ સપાટી જાળવવા માટે હડફ્ નદીમાં પાણી છોડવાની ફ્રજ પડી હતી જેથી નદી કાંઠાના પાંચ ગામોને સાવધ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા હડફ્ નદીમાં કોઈપણ વ્યક્તિને અવરજવર નહીં કરવાની સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ્ નદીના નજીકમાંથી પસાર થતાં વેજમા માતરીયા થી કુવાઝર જતાં આંતરિક માર્ગ ઉપર આવેલો કોઝ વે પાણીમાં ગરકાવ થતાં આ વિસ્તારનો વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.જોકે સાવચેતીના ભાગરૂપે અહીં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે.

યુવક બાઈક સાથે નદીના પાણીમાં ફસાયો

ગોધરા શહેરની મેશરી નદીના કોઝવે ઉપરથી વરસાદી પાણી ફરી વળતા આજે કોઝવે પરથી પસાર થતો યુવક બાઈક સાથે નદીના પાણીમાં ફ્સાતા સ્થાનિક લોકોની મદદથી બહાર બાઈક સવાર ને સહી સલામત રીતે કાઢવામાં આવ્યો હતો.નદીના કોઝવે પર યુવક ફ્સાયો હોવાની જાણ સ્થાનિકોને થતા મોટી સંખ્યામાં લોકો મદદ માટે પહોંચ્યા હતા.યુવક ને બાઈક સાથે સ્થાનિક લોકો દ્વારા જીવના જોખમે સમાલત રીતે બહાર કાઢવામાં આવતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયાં

ગોધરાના સિગ્નલ ફ્ળિયા વિસ્તારમાં આવેલ રેલ્વે ગરનાળામાં વરસાદી પાણી ભરાયાં હતાં. વાહનચાલકો જોખમી રીતે અવર જવર કરી રહ્યા છે.ગોધરા શહેર સહિત પંથકમાં વરસાદી માહોલ યથાવત રહેતા નદી નાળામાં નવા નીરની આવક નોંધાઇ.ગોધરા સિગ્નલ ફ્ળિયા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા ગોધરા ના પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી હતી.વરસાદી પાણી ગરનાળામાં ભરવાના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button