NATIONAL

Chhattisgarh: હવે નક્સલીઓનો થશે The End..! 7 રાજ્યોને લઈને અમિત શાહનું મહામંથન

  • છત્તીસગઢ રાયપુરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક
  • નક્સલવાદી સમસ્યાનો અંત લાવવા મુદ્દે આ બેઠક યોજાઇ
  • માઓવાદી ગતિવિધિઓને રોકવા અને સંયુક્ત ઓપરેશનને લઇ ચર્ચા

ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં છત્તીસગઢ રાયપુરમાં આંતર રાજ્ય સંકલન બેઠક શરૂ થઈ છે . આ બેઠક નક્સલવાદી સમસ્યાનો અંત લાવવા અને નક્સલ પ્રભાવિત વિસ્તારોના પુનઃનિર્માણ માટે યોજાઈ રહી છે. આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સહાય, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી વિજય શર્મા સહિત મુખ્ય સચિવો, પોલીસ મહાનિરીક્ષક અને સાત રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.

આ બેઠકમાં છત્તીસગઢ ઉપરાંત ઓરિસ્સા, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવો, ડીજીપી અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઇન્ટર સ્ટેટ કોઓર્ડિનેશન મીટિંગમાં માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં માઓવાદી ગતિવિધિઓને રોકવા અને સંયુક્ત ઓપરેશન હાથ ધરવા માટેની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી રહી છે.

જાણો શું છે આંતર રાજ્ય સંકલન બેઠકનો એજન્ડા

આ બેઠકનો મુખ્ય એજન્ડા એ છે કે નક્સલ પ્રભાવિત રાજ્યોમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નક્સલવાદીઓની અવરજવરને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકાય. આ બેઠક દરમિયાન, આ સાત રાજ્યો પોતપોતાના રાજ્યોની વ્યૂહરચના સમજાવશે અને માહિતીની આપલે પર કામ કરશે.

છત્તીસગઢના આ જિલ્લાઓ સૌથી વધુ નક્સલ પ્રભાવિત છે

દેશના કુલ 38 જિલ્લાઓમાંથી છત્તીસગઢના 15 જિલ્લા નક્સલ પ્રભાવિત છે. તેમાં બીજાપુર, બસ્તર, દંતેવાડા, ધમતરી, ગારિયાબંધ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનાંદગાંવ, મોહલા-માનપુર-અંબાગઢ ચોકી, ખૈરાગઢ છુઈ ખાન ગંડાઈ, સુકમા, કબીરધામ અને મુંગેલી જિલ્લાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં દેશમાં સૌથી વધુ નક્સલ પ્રભાવિત જિલ્લા છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 પહેલા પ્રવાસ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ સૌથી પહેલું કામ નક્સલવાદને ખતમ કરવાનું રહેશે. આવી સ્થિતિમાં આ બેઠકને તે વચનના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button