GUJARAT

Dwarka: ઠેર ઠેર વરસાદી પાણીફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો

  • ચરકલા હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ
  • દ્વારકાથી ચરકલા લીમડી હાઇવે રોડ પાણી પાણી
  • પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો

દ્વારકામાં ઠેર ઠેર વરસાદી પાણીફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. જેમાં ચરકલા હાઈવે રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. દ્વારકાથી ચરકલા લીમડી હાઇવે રોડ પાણી પાણી થયો છે. પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. રહેણાક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

વિસ્તારમાં રહેતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયુ

યાત્રા ધામ દ્વારકામાં આવેલ ચરકલા હાઈવે રોડ વરસાદી પાણી આવતા વાહન ચાલકો હેરાન થયા છે. જેમાં દ્વારકાથી ચરકલા લીમડી હાઇવે રોડ પર વરસાદી પાણી ફરીવળતા આ સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે. આ વિસ્તારમાં રહેતા ખેડૂતોનું જનજીવન પ્રભાવિત થયુ છે. તેમજ અમરેલી જિલ્લામાં 205 મીમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આજ રોજ પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આગામી તારીખ 30 થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.

મોરબી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા

જામનગર જિલ્લામાં આજરોજ વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી તારીખ 30 થી 31 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ 200 મીમી વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button