GUJARAT

Dwarkaનો આ હાઈવે 3 દિવસથી બંધ, વાહનચાલકોને ભારે હાલાકી

  • સાની ડેમમાં પાણીની આવકથી રસ્તાઓ જળમગ્ન
  • 3 દિવસથી હાઈવે બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલી
  • અનેક વાહનચાલકોને હાઈવે બંધ થતાં હાલાકી

દ્વારકાનો રાવલ-સૂર્યાવદર હાઈવે 3 દિવસથી બંધ છે. જેમાં હાઈવે પર સાની ડેમના પાણી ફરી વળ્યા છે. તેમજ સાની ડેમમાં પાણીની આવકથી રસ્તાઓ જળમગ્ન થયો છે. તથા 3 દિવસથી હાઈવે બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનચાલકોને હાઈવે બંધ થતાં હાલાકી પડી રહી છે.

હાઇવે રોડ પરથી પાણી ભયજનક સપાટી પરથી વહી રહ્યા છે

સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા હાઇવે રોડ પરથી પાણી ભયજનક સપાટી પરથી વહી રહ્યા છે. ત્રણ દિવસથી સતત વરસાદ અને પાણીની આવક સાની ડેમમાં ચાલુ રહેતા રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. રાવલ ગામને જોડતા મુખ્ય હાઇવે માર્ગ છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ હોવાથી અવરજવર બંધ છે. રાવલ સૂર્યાવદર કલ્યાણપુર ગામને જોડતા આ માર્ગ પર ભયજનક સપાટી પર પાણી વહી રહ્યા છે. માર્ગ ત્રણ દિવસથી બંધ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

ભારે વરસાદથી અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું

દ્વારકા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ગુરુવાર સાંજ સુધીમાં દ્વારકા તાલુકામાં વધુ 175 મી.મી જેટલો વરસાદ આવ્યો હતો. આ સાથે ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રિના 4 ઈંચથી વધુ વરસાદ પછી ગત દિવસ દરમિયાન હળવા ઝાપટા સાથે કુલ 118 મી.મી. વરસાદ પડ્યો છે. કલ્યાણપુર તાલુકામાં પણ 99 મી.મી.વરસાદ જ્યારે ખંભાળિયામાં હળવા તેમજ ભારે ઝાપટા રૂપે 67 મી.મી. વરસાદ આવ્યો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ દ્વારકામાં 2137 મી.મી. સાથે 356 ટકા, ખંભાળિયામાં 2159 મી.મી સાથે 243 ટકા, કલ્યાણપુર તાલુકામાં 1949 મી.મી સાથે 218 ટકા તેમજ ભાણવડમાં 1424 મી.મી કુલ સરેરાશ વરસાદ 190 ટકા વરસી ગયો છે. આમ, જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 245 ટકા વરસી જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button