NATIONAL

Pakistan સાથે વાતચીતનો સમય ક્યારનોય સમાપ્ત થઈ ગયો : જયશંકર

  • SCO બેઠક માટે PM મોદીને આમંત્રણ બાદ ભારતનો પાકિસ્તાનને જવાબ
  • અફઘાનિસ્તાનના લોકો સાથે આપણો સંબંધ મજબૂત હોવાનો વિદેશ પ્રધાનનો દાવો
  • જ્યા સુધી જમ્મુ-કાશ્મીરનો સવાલ છે, મને લાગે છે કે કલમ 370 સમાપ્ત થઈ ગઈ

કેન્દ્રીય વિદેશપ્રધાન એસ.જયશંકરે શુક્રવારે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો વિશે ખૂલીને વાત કરી હતી. રાજદૂત રાજીવ સીકરીના પુસ્તક સ્ટ્રેટેજિક કોન્ડ્રમ્સઃ રિશેપિંગ ઇન્ડિયાઝ ફોરેન પોલિસીના વિમોચન પ્રસંગે બોલતા વિદેશપ્રધાન એસ.જયશંકરે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીતનો તબક્કો સમાપ્ત થઈ ગયો છે.

તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે પાકિસ્તાન સાથે વાતચીતનો યુગ સમાપ્ત થઈ ગયો છે. દરેક કામના પરિણામ હોય છે અને જ્યા સુધી જમ્મુ-કાશ્મીરનો સવાલ છે, મને લાગે છે કે કલમ 370 સમાપ્ત થઈ ગઈ છે અને તેથી જ આજે મુદ્દો એ છે કે આપણે પાકિસ્તાન સાથે કેવા પ્રકારના સંબંધો પર વિચાર કરી શકીએ છીએ? વિદેશપ્રધાને વધુમાં કહ્યું હતું કે રાજીવે પોતાના પુસ્તકમાં કહ્યું છે કે કદાચ ભારત સરકાર વર્તમાન સ્તરના સંબંધોને જાળવી રાખવાથી સંતુષ્ટ છે.કદાચ હા..કદાચ ના…પણ અમે નિષ્ક્રિય નથી. અને ઘટનાક્રમ સકારાત્મક કે નકારાત્મક દિશામાં જાય અમે તેની પર પ્રતિક્રિયા આપીશું. જયશંકરે કહ્યું હતું કે જ્યાં સુધી અફઘાનિસ્તાનનો સવાલ છે ત્યાંના લોકો સાથે સંબંધ મજબૂત છે. સામાજિક સ્તરે ભારત માટે નિશ્ચિત સદ્ભાવના છે. પરંતુ જ્યારે આપણે અફઘાનિસ્તાનને જોઈએ છીએ ત્યારે મને લાગે છે કે આપણે શાસન કલાની પાયાની વાતોને ન ભૂલવી જોઈએ. અહીં આંતરરાષ્ટ્રીય સંબંધ કામ કરે છે.

બાંગ્લાદેશના પરિવર્તન વિધ્વંશક હોઈ શકે

બાંગ્લાદેશ વિશે વાત કરતા વિદેશપ્રધાને કહ્યું હતું કે ભારતે બાંગ્લાદેશ સાથે પરસ્પર હિતોનો આધાર શોધવો પડશે અને ભારત વર્તમાન સરકાર સાથે કામ કરશે. બાંગ્લાદેશની સ્વતંત્રતા બાદથી આપણા સંબંધોમાં ચડ-ઉતર જોવા મળતી રહી છે અને આ સ્વાભાવિક છે કે અમે તત્કાલીન સરકાર સાથે વ્યવહાર કરીશું. પરંતુ આપણે આ માનવું પડશે કે રાજકીય પરિવર્તન થઈ રહ્યા છે અને તે વિધ્વંશક હોઈ શકે છે અને સ્પષ્ટ રીતે આપણે અહીં હિતોની પારસ્પરિકતા પર ધ્યાન આપવું પડશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button