GUJARAT

Gujarat Rain: અતિવૃષ્ટિમાં પશુપાલકોને થયેલ નુકસાન અંગે સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

  • અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને રાહત
  • પશુ દીઠ પ્રતિદિન 5 કિલો ઘાસ અપાશે
  • 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને મળશે

અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસકાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. પશુ દીઠ પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે. પાંચ પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે. એક સાથે સાત દિવસ માટેનું ઘાસ વિના મૂલ્યે આપવા સૂચના આપવામાં આવી છે.

અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિના મૂલ્યે ઘાસકાર્ડ આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. પશુ દીઠ પ્રતિદિન પાંચ કિલો ઘાસ આપવામાં આવશે. પાંચ પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે. એક સાથે સાત દિવસ માટેનું ઘાસ વિના મૂલ્યે આપવા સૂચના આપવામાં આવી છે.

પશુપાલન વિભાગ દ્વારા પશુઓની સારવાર કરવામાં આવી

ગુજરાતમાં વરસાદી આફતે અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે, જામનગરમાં અત્યાર સુધી 514 જેટલા પશુ મૃત્યું પામ્યા છે. જૂનાગઢમાં પશુપાલન વિભાગની 11 ટીમ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત 100 થી વધારે ગામોની મુલાકાત લઇ 1755 પશુઓને જરૂરી દવા આપી સારવાર કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લાના પશુપાલકોના પશુઓના સ્વાસ્થ્યની પણ તકેદારીઓ લેવામાં આવી રહી છે. જેમાં પશુપાલન વિભાગની 11 ટીમ દ્વારા જિલ્લામાં પડેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત 100થી વધુ ગામોની મુલાકાત લઇ પશુ ચિકિત્સકો દ્વારા 1755 જેટલા પશુઓને જરૂરી દવાઓ સાથે સારવાર આપવામાં આવી છે.

પશુઓના સ્વાસ્થ્યને અસર ન પહોંચે તેમજ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પણ જરૂરી તકેદારી લેવામાં આવી રહી છે. આ માટે બીમાર પશુઓની સારવાર સાથે ચેપી રોગચાળોનો ઉપદ્રવ ન થાય તે માટે રસીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા પૂરના કારણે ભારે વરસાદ અને પૂરના કારણે પશુપાલકોને પશુઓની લેવાની થતી કાળજીઓ તેમજ પશુઓના સ્વાસ્થ્યને અસર ન પહોંચે અને દૂધ ઉત્પાદન ઘટે નહીં તે માટે પશુપાલકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button