GUJARAT

Tapi: ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો, જળસપાટી 336.32 ફૂટે પહોંચી

  • ઉકાઈ ડેમમાં 1.83 લાખ ક્યૂસેક પાણીની આવક
  • ઉકાઈ ડેમમાંથી 1.40 લાખ ક્યૂસેક પાણી છોડાયું
  • ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ

તાપી જિલ્લામાં ફરી એક વખત વરસાદે જોર પકડ્યુ છે અને ધોધમાર વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે, જેને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ફરી વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમમાં 1.83 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ઉકાઇ ડેમની જળસપાટી 336.32 ફૂટે પહોંચી

ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઉકાઈ ડેમમાંથી 1.40 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ઉકાઈ ડેમની જળસપાટી 336.32 ફૂટે પહોંચી છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો તે 345 ફૂટ છે.

તાપીના વ્યારાના પેરવડ ગામે જળબંબાકારની સ્થિતિ

હવામાન વિભાગની આગાહી મુજબ જ તાપીમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે વ્યારાની ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદીઓમાં પૂર આવતા કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પેરવડા, ભાખરી, સહિતના ગામો હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે તો બીજી તરફ તાપી જિલ્લામાં ફરી જળબંબાકારીની સ્થિતિ પણ સર્જાઈ છે.

રાજ્યના તમામ ડેમ અને જળાશયોમાં પાણીની પુષ્કળ આવક

તમને જણાવી દઈએ કે રાજ્યમાં સારા વરસાદને પગલે તમામ જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. રાજ્યભરમાં 206 જળાશયોમાં 78 ટકા જળ સંગ્રહ થયો છે. જો સરદાર સરોવર ડેમની વાત કરીએ તો તે ડેમમાં 86 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે જ રાજ્યના 113 જળાશય 100 ટકા ભરાઈ ગયા છે. ત્યારે રાજ્યના 43 જળાશય 70થી 100 ટકા ભરાઈ ગયા છે. જેના કારણે આ વખતે લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ પડશે નહીં.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ડાંગ, તાપી, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, ભરૂચ, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે. નર્મદા, છોટા ઉદેપુર, દાહોદમાં વરસાદની આગાહી છે તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button