- લખનઉમાં ત્રણ શખ્સો એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ
- ફિલ્મમાં કામ અપાવવાના નામે બોલાવીને સ્કોર્પિયો અને હોટલમાં આચર્યુ દુષ્કર્મ
- પોલીસે બે આરોપીની ધરપકડ કરીને અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક યુવતી પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પીડિતાએ જણાવ્યું કે, તેની ઈન્સ્ટાગ્રામ પર વિપિન સિંહ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. તેણી તેને મળવા કાનપુરથી લખનઉ પહોંચી જ્યાંથી આરોપી તેણીને કારમાં ચિનહાટ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો. ત્યાં તેણે ત્રણ મિત્રો સાથે ગેંગરેપ કર્યો. પીડિતાએ જણાવ્યું કે, તે કોઈક રીતે આરોપીઓના ચુંગાલમાંથી છટકીને પોલીસ સ્ટેશન પહોંચી અને ગેંગરેપનો કેસ નોંધાવ્યો.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પીડિતાની ફરિયાદ પર પોલીસે વિનય સિંહ, ઇનામ સિંહ અને વિપિન સિંહ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, તે કાનપુરની રહેવાસી છે અને મોડલિંગ કરે છે. વિપિન સિંહ સાથે તેની મિત્રતા ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી. તેણે મને ફોન કરીને એક ડાયરેક્ટર સાથે મળાવવા માટે લખનઉ બોલાવી. તે 28મી ઓગસ્ટે ચિનહિટના મટિયારી ચોકમાં પહોંચી હતી. વિપિન ત્યાં તેની રાહ જોઈ રહ્યો હતો.
સ્કોર્પિયો અને હોટલમાં યુવતી સાથે ગેંગરેપ
ત્યાર બાદ આરોપી વિપિનને સ્કોર્પિયો (UP 32 LT 2801)માં હોટલમાં લઈ ગયો. હોટલમાં એક યુવકની ફિલ્મ ડાયરેક્ટર તરીકેની ઓળખ આપીને તેણીની મુલાકાત કરાવી હતી. આ પછી તે તેને છોડવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. જ્યાં રસ્તામાં તેણીને કંઇક દુર્ગંધ આવતા તે બેભાન થઇ ગઇ હતી. આ પછી ત્રણેયે કાર અને હોટલના રૂમમાં તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે તેણીને હોશ આવ્યો ત્યારે તે હોટલમાં હતી. તેના શરીર પર ઈજાઓના ઘા હતા. જો કોઈ અવાજ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
પોલીસે બે આરોપીની ધરપકડ કરી
આ મામલામાં ડીસીપી ઈસ્ટ શશાંક સિંહે જણાવ્યું કે, ફિલ્મમાં પીડિતાને કામ અપાવવાના નામે બોલાવવામાં આવી હતી અને પછી હોટલમાં તેણીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પીડિતાની ફરિયાદ પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્રીજા આરોપીની શોધમાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.
Source link