ઉપલ મથાળે ઘરાકી ધીમી પડતાં શુક્રવારે બુલિયન બજારમાં વેચવાલીના પ્રેશર વચ્ચે મિશ્રા વલણ જોવા મળ્યો હતું.
સ્થાનિક સ્તરે ઘરાકીના અભાવે ચાંદીમાં ઘટાડો થયો હતો જ્યારે સોનામાં ભાવ સામાન્ય વધ્યા હતા. વૈશ્વિક બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી ન હતી. વાયદા બજારોમાં એકંદરે મર્યાદિત ભાવ વધારો જોવા મળ્યો હતો.
અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 100 વધીને રૂ. 74,300 અને 22 કેરેટ સોનું રૂ. 74,100 પ્રતિ 10 ગ્રામ થયું હતું. સ્થાનિકમાં ચાંદી રૂ. 500 ઘટીને રૂ. 84,000 પ્રતિ કિલો થયું હતું. વૈશ્વિક સોનું 2516 ડોલર સામે 2518 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. તેવી જ રીતે ચાંદી 28.71 ડોલરથી સામાન્ય વધીને 28.85 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
સ્ઝ્રઠ ઉપર સોનાનો ઓકટોબર વાયદો રૂ. 84 વધીને રૂ. 71,917 પ્રતિ 10 ગ્રામ થયો હતો. સ્ઝ્રઠ ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 66 વધીને રૂ. 84,956 પ્રતિ કિલો થયો હતો. શુક્રવારે મોડી સાંજે કોમેક્સ સોનું 3.70 ડોલર વધીને 2546.80 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 4.6 સેંટ વધીને 29.14ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી.
Source link