GUJARAT

Ahmedabadના વિરાટનગરમાં આવેલી સોસાયટીમાં ભરાયા ગટરના પાણી, બેનરો સાથે સ્થાનિકોનો વિરોધ

અમદાવાદના નિકોલ વિરાટનગર રોડના સ્થાનિકો ગટરના ગંદા પાણીના કારણે કંટાળી ગયા છે.વગર વરસાદે સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો કંટાળ્યા છે,અનેક વખત કોર્પોરેશનમાં ફરિયાદ કરી તેમ છત્તા નિરાકરણ ના આવતા આજે સ્થાનિકોએ ભેગા મળીને બેનરો સાથે વિરોધ કર્યો હતો અને તંત્ર વિરુદ્ધ હાયહાયના નારા પણ લગાવ્યા હતા.

AMCમાં અનેક ફરિયાદો છતાં સમસ્યાનું નિરાકરણ નહીં

આ સોસાયટીમાં 300 કરતા વધારે મકાનો આવેલા છે.મુખ્ય માર્ગ પર ગટરના પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,સાથે સાથે ઘરની બહાર મહિલાઓને નિકળવું હોય તો ગટરના પાણીમાં પગ મૂકીને બહાર નિકળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.સ્થાનિકોએ વધુમાં કહ્યું કે,તંત્ર સુવિધા આપતું નથી જેના કારણે સોસાયટીમાં પગ મૂકતા નહી,જો ટેક્સ ના ભરીએ તો પેનલ્ટી લાગે છે તેવો વિરોધ કર્યો હતો.અશ્વમેઘ સોસાયટી, તુલસી રો હાઉસ,શ્રીનાથ પ્લોટિંગ એન્ડ શોપિંગ સેન્ટરમાં ગટરોના પાણી ફરી વળ્યા છે.

રોગચાળો ફેલાવાની શકયતા

સ્થાનિકોનો આક્ષેપ છે કે,ગટરના પાણી ભરાવાને લઈ ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળ્યા છે,રોગાચાળો ફેલાવાની પણ શકયતાઓ છે,કોર્પોરેશન દ્રારા કોઈ દવાનો પણ છંટકાવ કરવામાં આવતો નથી અને રોડ પર પાણીને લઈ એટલી દુર્ગંધ મારે છે કે ઘરના બારી બારણા બંધ હોય તો પણ આ દુર્ગંધ મારે છે અને આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી,એક મહિના કરતા પણ વધારેનો સમય ગયો તેમ છત્તા નિરાકરણ ના આવતા આજે સ્થાનિકોએ બેનર સાથે વિરોધ કર્યો હતો.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગટરની સમસ્યા વધારે

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા છે તેના કારણે તેનો ત્રાસ સ્થાનિકો ભોગવી રહ્યાં છે,તંત્રના અધિકારીઓ જોવા પણ આવતા નથી અને કોઈ કામગીરી પણ કરતા નથી,સ્થાનિકોનું કહેવું છે કે ગટરના પાણી ગટરની લાઈન ચોકઅપ હોવાથી બેક મારે છે.વર્ષમાં એક કે બે વાર આવી સમસ્યા સર્જાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button