GUJARAT

Junagadh: નવી ટીપી સ્કીમનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ, 1200 વાંધા અરજીઓ અપાઈ

જુનાગઢમાં નવી ટીપી સ્કીમને લઈને વિવાદ ઉભો થયો છે. 11 નંબરની TP સ્કીમનો સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જુનાગઢ મહાનગર વિસ્તારમાં વિકસિત થયેલા વોર્ડમાં ટીપી સ્કીમ બેસાડતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

જૂડા કચેરીમાં 1200 કરતાં પણ વધુ વાંધા અરજીઓ આપવામાં આવી

જુડા કચેરીમાં સ્થાનિકો દ્વારા વિરોધ અરજી રજૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 1200 કરતાં પણ વધુ વાંધા અરજીઓ આપવામાં આવી છે, સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે માત્ર એસી ઓફિસમાં બેસીને આ ટીપી સ્કીમ બેસાડી દેવામાં આવ્યું છે, વર્ષોથી રહેતા લોકોના મકાનો અને નુકસાન પહોંચે તેમ છે અને ખેતીની જમીનને પણ નુકસાની થાય તેમ છે.

રસ્તાઓ પહોળા કરવા માટે લોકોના મકાન તોડવા પડે તેવી પરિસ્થિતિ

આ ઉપરાંત જે લોકોને રેગ્યુલેશન કરી લીધું છે અને મકાન બનાવી લીધા છે, ત્યાં પહોળા રસ્તા કરવા માટે તેમના મકાન તોડવા પડે તેવી પરિસ્થિતિ ત્યાં ઉભી થઈ છે, જેથી આ ટીપી સ્કીમ રદ કરવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઝાંઝરડા રોડ વિસ્તારમાં 11 નંબરની ટીપી સ્કીમનું આયોજન

જુનાગઢ જિલ્લાના ઝાંઝરડા રોડ વિસ્તારમાં 11 નંબરની ટીપી સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે થોડા દિવસો પહેલા સ્થાનિક રહેવાસીઓની એક મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં ટીપી સ્કીમમાં શું વિકાસ થઈ શકશે અને રસ્તાઓ પહોળા કરવાની તમામ બાબતના નકશાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને તેને સ્થાનિકોને જોઈ શકે તે રીતે દર્શાવવામાં આવ્યા હતા.

અધિકારીઓ દ્વારા આ હૈયા ધારણા આપવામાં આવી

ત્યારે મિટિંગ બાદ જે સ્થાનિકોને આ ટીપી સ્કીમનો વિરોધ કે વાંધા અરજી રજૂ કરવાની હોય તે માટે ગત મહિનાની અંતિમ તારીખ સુધી અરજીઓ સ્વીકારવામાં આવતી હતી, જેમાં અત્યાર સુધીમાં 1200 કરતાં પણ વધુ વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે, જે સરકારમાં મોકલીને આગળનું માર્ગદર્શન માગવામાં આવશે. આમ, આ ટીપી સ્કીમનો વિરોધ થતાં સરકારમાંથી આગળની સૂચના મળે તે મુજબ કામગીરી કરવામાં આવશે તેવી હૈયા ધારણા અધિકારી દ્વારા આપવામાં આવી છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button