SPORTS

ITF વર્લ્ડ ટેનિસમાં ગુજરાતની અવનિ ચિતાલેનો ઓપનિંગ રાઉન્ડમાં વિજય

અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે રમાતી આઇટીએફ જુનિયર વર્લ્ડ ટેનિસમાં ગુજરાતની ટેલેન્ટેડ ખેલાડી અવની ચિતાલેએ શાનદાર પ્રદર્શન કરીને ઓપનિંગ રાઉન્ડમાં વિજય હાંસલ કર્યો હતો.

તેણે એકતરફી અંદાજમાં તેલંગાનાની દિવિજા માનૈનીને કોઇ પણ મુશ્કેલી વિના 6-3, 6-1ના સ્કોરથી પરાજય આપ્યો હતો. ગર્લ્સ ઇવેન્ટના કેટલાક મુકાબલામાં પાંચમી ક્રમાંકિત એન્જલ પટેલે હિયા કુગાસિયાને સીધા સેટમાં 6-2, 6-2થી પરાજય આપ્યો હતો. ડાનિસા ફર્નાન્ડો 6-4ના સ્કોરે રિટાયર્ડ થતા પાલ ઉપાધ્યાય બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી. અન્ય મુકાબલામાં વારાડેકર સિયાતેએ માધવી મિશ્રાને 6-2, 6-3થી, દિશા કુમારે અનુષ્કા ભોલાને 6-3, 6-3થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત ગૌરવ દલાલે પી. મુન્ડેને પ્રથમ સેટ

ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 6-7 (5), 6-4, 7-5થી હરાવી હતી.

બોય્ઝ કેટેગરીમાં ગુજરાતના ક્વોલિફાયર તનય શર્માએ આક્રમક શરૂઆત કરીને અન્જાન સાઇબુરેલા સામે 6-3થી પ્રથમ સેટ જીત્યો હતો પરંતુ હરીફ ખેલાડીએ વળતો પ્રહાર કરતા તનયે પોતાની રિધમ ગુમાવી હતી અને તેણે બાકીના બે સેટ 7-6, 6-1થી ગુમાવ્યા હતા. ગુરબાઝ નારંગે ઐશ્વર્યા મેહરાને 2-6, 6-3, 6-2થી, રોહિત હરી બાલાડીએ આર્નવ યાદવ સામે 6-2, 4-6, 6-0થી તથા પુષ્કલ શ્રીવાસ્તવે આર્યન જોલીને 4-6, 6-4, 6-1થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button