SPORTS

Football: સીરિયાએ ભારતને 3-0થી પરાજય આપી પ્રથમવાર ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો

સીરિયા સામે 3-0થી હાર્યા બાદ ભારતીય ફૂટબોલ ટીમની ત્રીજી વખત ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ ટાઈટલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. જીએમસી બાલયોગી એથ્લેટિક્સ સ્ટેડિયમ ખાતે સીરિયા માટે મહમૂદ અલ અસ્વાદ અને ડાલેહો મોહસેન એર્ન્ડસ્ટે સાતમી અને 77મી મિનિટે ગોલ કરીને ભારતીય દર્શકોના દિલ તોડયા હતા.

જ્યારે ઈન્જરી ટાઈમમાં પાબ્લો સબાગનો ગોલ સીરિયાનું વર્ચસ્વ દર્શાવે છે. ભારતના મુખ્ય કોચ ઈગોર સ્ટિમેકે તેના કાર્યકાળની નિરાશાજનક શરૂઆત કરી હતી. તેની આ પદ પર જુલાઈમાં નિમણૂક કરવામાં આવી હતી. સીરિયાએ શરૂઆતની મેચમાં મોરેશિયસને 2-0થી હરાવ્યું હતું અને આમ છ પોઈન્ટ સાથે રાઉન્ડ-રોબિન લીગનો અંત આવ્યો હતો. ભારત અને મોરેશિયસે ત્રણ સપ્ટેમ્બરે ડ્રો રમ્યા બાદ એક એક પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટ સમાપ્ત કરી. રાઉન્ડ રોબિન લીગ પછી સર્વોચ્ચ ક્રમાંકિત ટીમ ટૂર્નામેન્ટ જીતે છે. ભારતે 2018 અને 2023માં ટાઈટલ જીત્યું હતું. આ પ્રથમવખત હતું જ્યારે સીરિયાએ ભારતની ધરતી પર ટાઈટલ જીત્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button