NATIONAL

China: ચીન-ભારત વચ્ચે ફરી સીધી ફલાઈટ શરૂ થશે, જાણો આખું શિડયુલ્ડ

ભારત અને ચીને ગુરુવારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાની રીત પર ચર્ચા કરી છે. આમાં બંને દેશો વચ્ચે સીધી ફલાઈટ ફરીથી શરૂ કરવાની વાત પણ સામેલ છે. મળતી માહિતી અનુસાર નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, નાગરિક ઉડ્ડયન સચિવ અને બીજા સિનિયર અધિકારીઓએ દિલ્હીમાં મંત્રીસ્તરીય મુલાકાત કરી હતી. 

જલ્દી બહાલીને પ્રોત્સાહન આપવા વાત થઈ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એખ્સ પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે, સિનિયર અધિકારીઓ સાથે ચીની પ્રતિનિધિ મંડળની સાથે શિષ્ટાચાર બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં બંને દેશ વચ્ચે નાગરિક ઉડ્ડયન સહયોગ વધુ મજબૂત કરવા, વિશેષ કરીને અમારી વચ્ચે શિડયુલ્ડ પ્રવાસીઓને લઈ જવા-લાવવાને જલ્દીથી જલ્દીથી બહાલીને પ્રોત્સાહન આપવા વિશેના વિચારોનું આદાન-પ્રદાન પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. 

વાટાઘાટો થઈ પણ કોઈ નિર્ણય લેવાયો નહીં

મંત્રીએ બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ચીની પક્ષે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિદેશ મંત્રાલય અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. હાલમાં, ભારત અને ચીન વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ નથી. કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન આ સેવાઓ બંધ કરવામાં આવી હતી. ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ચીન માટે ફ્લાઈટ સેવાઓ હતી.

કોવિડ-19 રોગચાળાને કારણે સેવા સ્થગિત છે

કોવિડ-19 રોગચાળાને કારણે ભારત અને ચીન વચ્ચે ડાયરેક્ટ પેસેન્જર ફ્લાઇટ કનેક્ટિવિટી સ્થગિત કરવામાં આવી હતી. 2020માં પૂર્વી લદ્દાખમાં મડાગાંઠ પછી દ્વિપક્ષીય સંબંધો બગડ્યા હતા અને હજુ પણ ઠંડા છે. વૈશ્વિક એર કનેક્ટિવિટી પૂર્વ-રોગચાળાના સ્તરે પાછી આવી હોવા છતાં, બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button