TECHNOLOGY

Instagram: 60 મિનિટથી વધુ ઉપયોગ કર્યો તો.,ટીનએજર્સ માટે ઇન્સ્ટાગ્રામની ખાસ અપડેટ

Instagram Teen Account શરૂ કરવા જઇ રહ્યું છે. જેનાથી ટીનએજર્સ યુઝર્સને કેટલીક સુવિધાઓ મળશે. તેની મદદથી યુઝર્સને મર્યાદિત સંખ્યામાં લોકો સાથે સંપર્ક કરી શકશે. તેમની પ્રોફાઇલ પણ મર્યાદિત સંખ્યામાં લોકો જોઇ શકશે. આ સાથે સ્લીપ મોડની પણ સુવિધા મળશે. જેના કારણે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી તમને કોઇ નોટિફેકેશન મળશે નહી.

Instagram Teen Accountમાં આ ફેરફારો

  • યુઝર્સને મળશે કેટલીક ખાસ સુવિધા
  • લિમિટેડ લોકોનો કરી શકશે સંપર્ક
  • પ્રોફાઇલ મર્યાદિત લોકો જોઇ શકશે
  • 10 વાગ્યા પછી નહી આવે નોટિફિકેશન
  • સેટિંગ્સમાં ફેરફાર કરવા લેવી પડશે પેરેન્ટ્સની પરમિશન
  • ફોલો કરતા હોવ તે લોકો જ કરી શકશે મેસેજ
  • એકાઉન્ટ ઑટોમેટિક થઇ જશે પ્રાઇવેટ
  • ન્યૂ ફોલોઅર્સને કરવા પડશે એક્સેપ્ટ

ટીન એકાઉન્ટમાં કેવી રીતે થશે ટ્રાન્સફર ?

કંપનીએ કહ્યું કે ટીનેજર્સના ખાતાઓ આપમેળે ટીન્સ એકાઉન્ટ્સમાં ખસેડવામાં આવશે. આ સિવાય 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરોએ સેટિંગ્સમાં ફેરફાર કરવા માટે માતાપિતા પાસેથી પરવાનગી લેવી પડશે. આનાથી વાલીઓ માટે મોનિટરિંગ પણ સરળ બનશે.

હાલના ટીનએજર્સ આ રીતે ટ્રાન્સફર કરાશે

મેટાએ જણાવ્યું હતું કે ટિન એકાઉન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ પર આવનારા નવા ટીનએજર્સ ઓટોમેટિક ટીનેજ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. ટીનએજર્સ કે જેઓ પહેલેથી જ Instagram નો ઉપયોગ કરી રહ્યા છે તેમને એક ચેતવણી મોકલવામાં આવશે જે તેમને જણાવશે કે તેમનું એકાઉન્ટ ટીન્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે.

ક્યારે શરૂ થશે આ સુવિધા ?

ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ્સનું લોન્ચિંગ તબક્કાવાર હશે. પહેલા આ સેવાઓ અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા માટે બહાર પાડવામાં આવી રહી છે. તે હવેથી આ દેશોમાં શરૂ થશે અને આગામી 60 દિવસમાં દરેક સુધી પહોંચશે. આ પછી, Instagram ટીન એકાઉન્ટ્સ વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે, જે આવતા વર્ષથી શરૂ થશે.

એકાઉન્ટ થઇ જશે પ્રાઇવેટ

Instagram આપમેળે ટીનએજર્સના એકાઉન્ટને ડિફૉલ્ટ રૂપે પ્રાઇવેટ બનાવશે. મતલબ કે યુઝર્સે નવા ફોલોઅર્સ સ્વીકારવા પડશે. જેઓ તે એકાઉન્ટને અનુસરતા નથી તેઓ તેની સામગ્રી જોઈ શકશે નહીં.

મેસેજ કંટ્રોલ કરી શકાશે 

Instagram ટીન એકાઉન્ટ્સમાં મેસેજને કંટ્રોલ કરી શકાશે. આ એકાઉન્ટમાં એવા લોકો મેસેજ કરી શકશે જેમને તેઓ ફોલો કરે છે અથવા જેમની સાથે તેઓ પહેલાથી જોડાયેલા છે.

વધુ સમય ઇન્સ્ટાગ્રામ કર્યુ યુઝ તો..

ઇન્સ્ટાગ્રામ ટીન એકાઉન્ટ્સમાં જો વપરાશકર્તાઓ દિવસમાં 60 મિનિટથી વધુ સમય માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, તો તેમને ચેતવણી આપવામાં આવશે. સ્લીપ મોડ પણ ઉપલબ્ધ હશે, જે રાત્રે 10 વાગ્યાથી ચાલુ થશે અને સવારે 7 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન નોટિફિકેશન મ્યૂટ થઇ જશે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button