NATIONAL

બિહારમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો, પટનામાં 21 સપ્ટેમ્બર સુધી 76 શાળાઓ બંધ

બિહારની રાજધાની પટનામાં ઘણી જગ્યાએ ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી જવાને કારણે જિલ્લા વહીવટીતંત્રે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 76 સરકારી શાળાઓને 21 સપ્ટેમ્બર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. પટનામાં ગંગા નદીના વધતા જળ સ્તરને ધ્યાનમાં રાખીને, પટના જિલ્લાના આઠ બ્લોકમાં કુલ 76 સરકારી શાળાઓ 21 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. 

ગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું

ગંગા નદીનું જળસ્તર કેટલીક જગ્યાએ ખતરાના નિશાનને પાર કરી ગયું છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિહાર સરકારે તાજેતરમાં જિલ્લા મેજિસ્ટ્રેટને તેમના અધિકારક્ષેત્રમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થાય તો શાળાઓ બંધ કરવા અંગે નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા છે. 

ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે

હાથીદાહ અને દિઘા ઘાટ પર, ગંગા નદી અનુક્રમે 41.76 મીટર અને 50.45 મીટરથી ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. મહત્વનું કહી શકાય કે, બિહારમાં ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે ગંગા નદીની આસપાસ આવેલા અનેક ગામો પૂરથી પ્રભાવિત થવાના છે.

ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો

સતત વધી રહેલા જળસ્તરને કારણે ગંગા નદીનું પાણી સમસ્તીપુર અને વૈશાલી જિલ્લાના ઘણા વિસ્તારો, ઘરો અને શાળાઓમાં પ્રવેશ્યું છે. આવી સ્થિતિમાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી ગંગા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પૂરની અસરથી બચવા લોકો ઊંચા સ્થળોએ આશરો લઈ રહ્યા છે.

બિહારના ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા

આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ બિહારના ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા હતા. દરમિયાન, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની સ્થિતિ પણ આવી જ છે. ગાઝીપુર, બલિયા, વારાણસી વગેરે જિલ્લાઓમાં ગંગા નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે ઘણા ગામો પૂરની ઝપેટમાં આવવાના જોખમમાં છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button