NATIONAL

Manipur: હિંસાગ્રસ્ત મણિપુરમાં સાત IED બોમ્બ મળ્યા, ભારતીય સેનાએ બોમ્બ કર્યા ડિફ્યુઝ

ભારતીય સેના અને મણિપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં મણિપુરના પર્વતીય પ્રદેશમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બોંગજાંગ અને ઇથમ ગામો નજીકથી મોટી માત્રામાં IED બોમ્બ મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મણિપુરમાં ઘડવામાં આવી રહેલા મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. ચોક્કસ માહિતીના આધારે ભારતીય સૈન્ય અને મણિપુર પોલીસની ટીમોએ તાત્કાલિક પગલાં લીધા અને સેનાના ડોગ સ્કવોડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં આશરે 28.5 કિગ્રા વજનના સાત IED બોમ્બ મળી આવ્યા હતા.

7 IED બોમ્બ મળી આવ્યા

હિંસાગ્રસ્ત મણિપુરમાં ભારતીય સેના અને મણિપુર પોલીસે ઉગ્રવાદીઓની એક મોટી યોજનાને નિષ્ફળ બનાવી અને જીવન અને સંપત્તિના મોટું નુકસાન થતા બચાવી લીધું છે. ભારતીય સેના અને મણિપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા સંયુક્ત ઓપરેશનમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બોંગજંગ અને ઇથમ ગામો નજીકના પહાડી વિસ્તારોમાંથી મોટી માત્રામાં IED બોમ્બ મળી આવ્યા છે.

ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી

રક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ ચોક્કસ બાતમીના આધારે ભારતીય સેના અને મણિપુર પોલીસની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સેનાના ડોગ સ્કવોડ સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આશરે 28.5 કિલો વજનના સાત IED બોમ્બ મળી આવ્યા હતા. જ્યાર બાદ જપ્ત કરાયેલ IED બોમ્બને ભારતીય સેનાના એન્જિનિયરોના નિષ્ણાતોએ ડિફ્યુઝ કરી હતી.

મણિપુરમાં ત્રણ મહિનામાં બીજી મોટી કાર્યવાહી

આ IED બોમ્બ મળી આવતાં મોટી ઘટના અટકાવવામાં આવી હતી અને નિર્દોષ નાગરિકોના અમૂલ્ય જીવ બચી ગયા હતા. મળતી માહિતી અનુસાર આ IED બોમ્બની રિકવરી છેલ્લા ત્રણ મહિનામાં સુરક્ષા દળોની બીજી મોટી જપ્તી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button