GUJARAT

Dahod: ગરબાડાના ગાંગરડી ખાતે જાહેરમાં ફેંકાતા મેડિકલ વેસ્ટ સામે તંત્રનું મૌન

ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે નવાનગર રોડ ઉપર ખુલ્લામાં જોખમી મેડિકલ વેસ્ટ દરરોજ જાહેરમાં ફેંકવામાં આવી રહ્યો છે તથા ટુંકી વજુ રોડ પર પણ જાહેર રોડ ઉપર જ ગ્રામ પંચાયત દ્વારા કચરો ખાલી કરેલો જોવા મળે છે.

રોડ ઉપર વિખરાયેલા મેડિકલ વેસ્ટ ફેંકેલો હોવાથી કાયદાનો અમલ નહીં થતાં જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જૈવિક કચરો- બાયો મેડિકલ વેસ્ટ માટેનો કાયદો છે. મિનિસ્ટ્રી ઓફ્ એન્વાયરમેન્ટ એન્ડ ફેરેસ્ટના નોટિફ્કિેશન મુજબ બાયોમેડિકલ વેસ્ટના નિયમો છે.

હોસ્પિટલ નાના મોટા દવાખાના, પશુ દવાખાના, પેથોલોજી લેબ,વેક્સીનેશન મેન્ટ વગેરેને જાહેરનામું લાગુ પડે છે. જો આ લોકો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ના કરે તો વાતાવરણ બગડે છે. અને લોકોના આરોગ્યને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે. જેથી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button