BUSINESS

Business: વૈશ્વિક બજારો પાછળ સોનાનો ભાવ રૂપિયા 500 વધીને રૂ.76,400ના લેવલે પહોંચ્યો

ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ સતત બીજા દિવસે વૈશ્વિક સોનાએ નવી વિક્રમી સપાટી બનાવી છે જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું પહેલીવાર 2,600 ડોલર પ્રતિ ઔંસને પાર ગયું છે.

આ સાથે જ અમેરિકા અને ચીન જેવા બે મોટા દેશોના અર્થતંત્રમાં નબળાઈની શક્યતાએ બુલિયનમાં તેજીને ટેકો મળી રહ્યો છે. વૈશ્વિક પરિબળોની અસર હેઠળ સ્થાનિક સ્તરે પણ સોનામાં તેજીની ચાલ યથાવત રહેતા ભાવ ફ્રી રૂ. 76,000ની સપાટી વટાવી ગયા છે.

અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 500 વધીને રૂ. 76,400 થયું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 76,200 પ્રતિ 10 ગ્રામ થયું હતું. સ્થાનિક ચાંદી કિલો દીઠ રૂ. 500 વધીને રૂ. 88,000 થઈ હતી. સ્થાનિક સ્તરે આ વર્ષે 20 મેના રોજ સોનાનો ભાવ રૂ. 77,000 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. વૈશ્વિક બજારમાં હાજર સોનું 2,590 ડોલર સામે 22 ડોલર વધીને 2,612 ડોલર પ્રતિ ઔંસ થયું હતી. ચાંદીના ભાવ 31.20 ડોલર પ્રતિ ઔંસ થયા હતા.

વાયદા જોઈએ તો MCX ગોલ્ડ ઓકટોબર વાયદો રૂ. 539 વધીને રૂ. 73,438 પ્રતિ 10 ગ્રામ અને ડિસેમ્બર વાયદો રૂ. 601 વધીને રૂ. 74,147 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદી ડિસેમ્બર વાયદો રૂ. 587 ઉચકાઈને રૂ. 89,968 પ્રતિ કિલો થયો હતો. શુક્રવારે મોડી સાંજે કોમેક્સ સોનું 26.70 ડોલર વધીને 2,641.30 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી. કોમેક્સ ચાંદી 26.70 સેંટ વધીને 31.69 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું કે, ફેડ દ્વારા વ્યાજદરમાં 0.50%નો ઘટાડો અને સાથે જ ડોલર ઇન્ડેક્સમાં નબળાઈના પગલે બુલિયનમાં સેફ્ હેવન તરીકે રોકાણ વધી રહ્યું છે. જોકે, આ સપ્તાહ દરમિયાન જે રીતે ભાવ વધ્યા છે તે જોતાં કીમતી ધાતુઓમાં નફરૂપી વેચવાલી આવી શકે છે. બીજી તરફ્ ચીન અને અમેરિકા જેવી બે મોટી ઈકોનોમીની હાલત નબળી પડી રહી છે. આ સાથે જ ગોલ્ડ ETFમાં પણ રોકાણ પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે લોંગ ટર્મમાં બુલિયનમાં મજબૂત વલણ જળવાઈ રહેવાની ધારણા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button