GUJARAT

Panchmahal: શહેરા નગરમાં અનિયમિત પાણી મળતાં નગરજનોને ભારે હાલાકી

શહેરા નગરમાં અનિયમિત પાણી મળતા નગરજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શાળામાંથી છૂટયા પછી બાળકો પોતાની માતા સાથે હેન્ડ પંપ ખાતે પાણી ભરવા માટે આવતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહયા હતા.

શહેરા નગરમાં પાલિકા દ્વારા આપવામાં આવતુ પીવાનું પાણી અનિયમિત મળતુ હોવા સાથે ડહોળુ પણ આવી રહયુ છે, નળમાં ડહોળુ પાણી આવાના કારણે પાણીજન્ય રોગચાળો પણ ફેલાય એવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. નગરજનો ને જરૂરિયાત મુજબનું પાણી નહીં મળવાના કારણે નગરના અમુક વિસ્તારના રહીશોને પાણી ભરવા માટે હેડ પંપ નો સહારો લેવો પડી રહયો છે. જોકે રેફરલ હોસ્પિટલ પાસે આવેલા હેડ પંપ ખાતે શાળામાંથી છૂટયા પછી બાળકો પોતાની માતા સાથે પાણી ભરવા માટે આવતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હોય ત્યારે પાલિકા દ્વારા નગરજનોને નળમાં ચોખ્ખું પીવાનું પાણી મળે તેમજ નિયમિત પાણી મળે તે માટે નું આયોજન કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહયુ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button