GUJARAT

Panchmahal: ગરબાડા મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાનનો ફ્યિાસ્કો

દેશને સ્વચ્છ, સુંદર અને રળિયામણો બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠલ મુખ્યમંત્રીના દિશા નિર્દેશો હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

તેવા સમયે ગરબાડા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનનો ફ્યિાસ્કો જોવા મળી રહ્યો છે. મામલતદાર કચેરી ના કેમ્પસમાં ઠેર ઠેર કચરો જોવા મળી રહ્યો છે તેમજ કચેરીમાં કચરા ના ઢગલાઓ જોવા મળી રહ્યા છે તેમજ કચેરી ના કેમ્પસ માં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે ત્યારે આવી જગ્યાએ જીવ જંતુ હોવાનો પણ ભય જોવા મળી રહ્યો છે. માટે કામગીરી કરાવવા આવતા લોકોને ક્યારેક જીવનું જોખમ થઈ શકે છે પરંતુ મામલતદાર કચેરીના મામલતદાર તથા કર્મચારીઓ દ્વારા સફાઇ કરાવવા માટે તસ્દી નથી લેવાઈ રહી, અન્ય જગ્યાઓએ સ્વચ્છતા ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સરકારી કચેરીમાં જ સ્વચ્છતા હી સેવા અભિયાનના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button