GUJARAT

Surendranagar: ઢોકળવા પોલીસને જોઈ પજેરોકારનો ચાલક દારૂનો જથ્થો ભરેલી કાર મૂકીને ફરાર

ચોટીલા તાલુકાના ઢોકળવા ગામના 3 રસ્તે ગુરૂવારે રાત્રે પોલીસે દારૂ ભરેલી કારને રોકવાની કોશિષ કરતા કાર ચાલક દારૂ ભરેલ પજેરો કાર મુકી ફરાર થઈ ગયો હતો.

જયારે લખતરની કાઝી શેરીમાં બુટલેગરના ઘરની દીવાલ પાસેથી બિયરના 2135 ટીન મળી આવ્યા હતા. બન્ને બનાવમાં રૂ. 8,63,900ની મત્તા જપ્ત કરીને પોલીસે ફરિયાદ નોંધી બન્ને બનાવના આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

નાની મોલડી પોલીસ ટીમને ગુરૂવારે રાતના સમયે પેટ્રોલિંગ દરમિયાન ઢોકળવા 3 રસ્તા પાસે દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં મોડી રાતે એક પજેરો કાર નીકળતા પોલીસે તેને રોકવાની કોશીષ કરતા કાર ચાલકે કાર ભગાવી હતી. પરંતુ રોડની સાઈડમાં કાર ફસાઈ જતા ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 227 બોટલ કિંમત રૂ.1,13,500, બીયરના 369 ટીન કિંમત રૂ.36,900ના મળી આવ્યા હતા. આથી પજેરો સ્પોર્ટસ કાર સહિત રૂ. 6,50,400ની મત્તા કબજે કરાર ફરાર થનાર શખ્સ સામે નાની મોલડી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. બીજી તરફ લખતર પોલીસની ટીમને શહેરની મસ્જીદ પાસે આવેલી કાઝી શેરીમાં રહેતો બુટલેગર ઈમરાન ઉર્ફે મસાલીયો હબીબશા દીવાન તેના ઘર પાસે વિદેશી દારૂનો જથ્થો ઉતારતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસે શુક્રવારે વહેલી સવારે રેડ કરી હતી. જેમાં ઈમરાન દીવાન હાજર મળી આવ્યો ન હતો. પરંતુ તેના ઘરની દીવાલ પાસેથી પેટીમાં રહેલ 2135 બીયરના ટીન કિંમત રૂ. 2,13,500ના મળી આવ્યા હતા. આથી હાજર ન મળી આવનાર ઈમારન દીવાન સામે લખતર પોલીસ મથકે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી એમ.ડી.પઢેરીયા ચલાવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button