GUJARAT

Surendranagar: ખેરવાનો શખ્સ ધ્રાંગધ્રા ગ્રામ્યમાંથી ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપાયો

સુરેન્દ્રનગર એલસીબી ટીમને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારદ ગામે દસાડા તાલુકાના ખેરવાના મઝરલોડ બંદુક સાથે ઝડપી લીધો છે.

 જિલ્લામાં હથિયાર રાખવુ એ એક સ્ટેટસ સિમ્બોલ સમાન બની ગયુ છે. જિલ્લા વહીવટી તંત્રમાં હથિયારના પરવાનાની અરજી મંજૂર ન થાય તો લોકો ગેરકાયદેસર હથિયારો લઈને રોફ જમાવતા હોય છે. જેના લીધે જિલ્લામાં અમુકવાર ખાનગી ફાયરિંગના બનાવો પણ બને છે. ત્યારે એસપી ડો. ગીરીશ પંડયાએ ગેરકાયદે હથિયારો લઈને ફરતા શખ્સોને ઝડપી લેવા કડક આદેશો કર્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પરીક્ષીતસીંહ, દશરથભાઈ સહિતનાઓ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે દસાડા તાલુકાના ખેરવા ગામનો મોહસીન અયુબભાઈ સીપાઈ ગેરકાયદેસર મઝરલોડ બંદુક સાથે હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે ધ્રાંગધ્રાના ભારદ ગામની નદી પાસે વોચ રાખી હતી. અને મોહસીન અયુબભાઈ સીપાઈને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. ર,પ00ની કિંમતની દેશી મઝરલોડ બંદુક જપ્ત કરાઈ હતી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ એચસી પીઆઈ કે.એચ.ઝણકાત ચલાવી રહ્યા છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ શખ્સે પાકને નુકશાન કરતા જાનવરો માટે આ બંદુક રાખી હતી. પરંતુ આજદિન સુધી તેનો કોઈ ઉપયોગ ન કર્યો હોવાનું સામે આવ્યુ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button