BUSINESS

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં બંપર ઉછાળો, જાણો તમારા શહેરનો નવો ભાવ

જો તમે સોના-ચાંદીની ખરીદી કરવાનું અથવા તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ ખબર તમારી માટે મહત્ત્વની છે. દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં વેચાતા સોના-ચાંદીના ભાવ આજે બંપર ઉછાળો જોવા મળ્યો છે. આજે શનિવારે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 69,850ના દરથી વેચાણ થઈ રહ્યું છે. એટલે કે, સોનામાં 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 73,340ના દરથી ટ્રેડમાં છે.

ચાંદીના ભાવ

દિલ્હીમાં વેચાતા ચાંદીની કિંમતમાં પણ આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં ચાંદી પ્રતિ એક કિલોગ્રામ 97,500ના દરથી વેચાણ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદી 86 હજાર રૂપિયા પ્રતિ કિલોના દરથી વેચાણ થઈ રહી હતી. એટલે કે ચાંદીના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી રહી છે.

સોનાના ભાવમાં બંપર ઉછાળો

મળતી માહિતી અનુસાર, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 69,950 રૂપિયામાં વેચાયું, જ્યારે આની કિંમત 70,550 રૂપિયા થયા છે. એટલે કે, ભાવમાં 600 રૂપિયાનો જંગી ઉછાળા નોંધાયો છે. આજે ચાંદી પ્રતિ કિલો 97,500 રૂપિયાના ભાવથી વેચાણ થઈ રહી છે. ગઈકાલે શુક્રવારે સાંજે ચાંદી 96 હજાર રૂપિયાના દરથી ટ્રેડમાં હતી.

યુપીમાં સોનાનો ભાવ

મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના બુલિયન માર્કેટમાં વેચાણ તતા સોનાના ભાવમાં આજે ભારે તેજી જોવા મળી રહી છે. અહીં 22 કેરેટ સોનું 69,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરથી વેચાણમાં છે. જ્યારે 24 કેરેટ સોનું 10 પ્રતિ ગ્રામ 73,340 રૂપિયાના દરથી વેચાઈ રહ્યું છે.

સોનું ખરીદતા સમયે આ વાતનું ધ્યાન રાખો

સોનાના દાગીના ખરીદતી વેળાએ કદી પણ ક્વોલિટીને અવગણશો નહિ. હોલમાર્ક જોઈને દાગીના ખરીદો, જેથી કારણ કે, આ સોનાની સરકારી ગેરન્ટી છે. તમને જણાવી દઈએ કે, ભારતની એકમાત્ર એજન્સી બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ છે (BIS), હોલમાર્ક નક્કી કરે છે. તમામ કેરેટના હોલમાર્ક પોઈન્ટ જુદાજુદા હોય છે, જેને જોઈને સમજીને જ તમે સોનું ખરીદો.

મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button