ENTERTAINMENT

‘આલિયા ભટ્ટ મારી પહેલી…’, અભિનેત્રી સાથેના સંબંધો અંગે કરણ જોહરનો મોટો ખુલાસો

કોમેડિયન કપિલ શર્મા તેના શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની બીજી સીઝન સાથે પરત ફર્યો છે. તેના શોનો પહેલો એપિસોડ આજે રાત્રે નેટફ્લિક્સ પર ટેલિકાસ્ટ થશે જેમાં ‘જિગરા’ની સ્ટાર કાસ્ટ મહેમાન તરીકે શોમાં આવી રહી છે. શોનો લેટેસ્ટ પ્રોમો સામે આવ્યો છે જેમાં આલિયા ભટ્ટ, કરણ જોહર અને વેદાંગ રૈના કપિલ શર્માના મહેમાન બન્યા છે. હકીકતમાં આ ત્રણેય સ્ટાર્સ આગામી ફિલ્મ ‘જિગરા’ના પ્રમોશન માટે આવ્યા હતા.

કપિલે કર્યા સવાલો

આ દરમિયાન કપિલે તમને ઘણા સવાલો કર્યો અને મજાર ભર્યા અંદાજથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કપિલ શર્માએ ફિલ્મ નિર્માતા કરણ જોહરને સવાલ પૂછ્યો જેનો જવાબ કદાચ લોકો પણ જાણવા માંગે છે. કપિલ શર્માએ કરણ જોહરને પૂછ્યું કે તે આલિયામાં શું જુએ છે? આ સવાલનો જવાબ આપતા કરણે કંઈક એવું કહ્યું જે તમારું દિલ જીતી શકે.

શોનું ટ્રેલર રિલીઝ થયું

હાલમાં જ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની બીજી સીઝનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં કરણ જોહર, આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના શોના પહેલા ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. 

આલિયા અને કરણના કેવા છે સબંધો?


ટ્રેલરની શરૂઆતમાં કરણ જોહર આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કપિલ કરણને પહેલો સવાલ પૂછે છે કે, ‘તમે આલિયા ભટ્ટમાં શું જુઓ છો? આ સાંભળીને આલિયા હસી પડી ત્યારે કરણ જોહરે નિખાલસતાથી જવાબ આપ્યો કે, ‘આ મારી પહેલી દીકરી છે.’ આ પછી ફિલ્મમેકર આલિયા ભટ્ટ પાસે જાય છે અને તેને કિસ કરે છે.

ટ્રેલરના બીજા ભાગમાં કરણ જોહર ફરિયાદ કરે છે કે, ‘મેં ઘણા લોકોને તેમના સંબંધો સંભાળવામાં મદદ કરી છે. એ અલગ વાત છે કે હું હજી સિંગલ છું.’ આના પર કપિલ મજાકમાં કહે છે કે, ‘એક હલવાઈ પોતે બનાવેલી કેન્ડી નથી ખાતો.’




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button