અમદાવાદમાં નબીરાઓનો સ્ટંટ કરતો વધુ એક વીડિયો વાઈરલ થયો છે. પૂર્વ વિસ્તારમાં નબીરાઓની મોંઘાદાટ કારનો કાફલો નીકળ્યો હતો અને રસ્તાને બાનમાં લઇને સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો, જે વીડિયો વાઇરલ થયો હતો. આ વાઈરલ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા ગુજરાત બોટલિંગથી અજીતમીલ ચાર રસ્તા સુધીના રોડનો હતો. જે બાદ ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે વીડિયોમાં દેખાઇ રહેલ ચાર કારચાલક સહિત સાત શખ્સો સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયામાં વીડિયો જોયો
મોંઘીદાટ કાર લઈને સ્ટંટ કરીને રોડને બાનમાં લીધો હતો એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો હતો. જેમાં બપોરના સમયે ગુજરાત બોટલીંગ ચાર રસ્તા તરફથી અજીતમીલ બ્રીજ તરફ જતા રોડ પર કેટલાક લોકો બ્લેક ગાડી અને બ્લેક ફિલ્મ લગાવી મોંઘીદાટ કાર લઈને સ્ટંટ કરીને રોડને બાનમાં લઈ રહ્યા હતા. આ સાથે જ એક કારની ઉપર ત્રણ લોકો બેસીને સ્ટંટ પણ કરતા જોવા મળ્યા હતા. જેથી, તેમણે ઉચ્ચ અધિકારીને જાણ કર્યા બાદ એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિડીયોમાં દેખાઈ રહેલ ફોર્ડ એન્ડેવર કાર ચાલક તથા તેના ઉપર બેસી સ્ટંટ કરતા ત્રણ નબીરા તથા ત્રણ થાર કારના ચાલક મળી કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ હાથ ધરી આ તપાસ દરમિયાન વીડિયો ગત 14 સપ્ટેમ્બરે બપોરના બેથી અઢી વાગ્યાની આસપાસ ગુજરાત બોટલીંગ ચાર રસ્તા તરફથી અજીતમીલ બ્રિજ તરફનો હોવાનું સામે આવ્યું હતુ. હાલમાં પોલીસે ગાડીના નંબરના આધારે ગાડી કોણ ચલાવી રહ્યું હતું? ગાડી કોની છે? તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.
Source link