GUJARAT

Ahmedabadમાં સાયબર ગઠિયાએ વેપારી પાસે કરી 86 લાખની છેતરપિંડી, આરોપીની ધરપકડ

જો તમે વોટ્સએપ વાપરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે, કારણ કે સાયબર ક્રિમિનલ હવે એક નવી મોડસ ઓપરેન્ડી લાવીને છેતરપિંડી કરી રહ્યા છે. સાયબર ગઠિયાઓ ભોગ બનનારના નામે જ ખોટું વોટસએપ એકાઉન્ટ બનાવીને છેતરપિંડી કરી રહ્યા છે.

અમદાવાદના એક વેપારી સાથે રૂપિયા 86 લાખની છેતરપિંડી

અમદાવાદના એક વેપારી સાથે આ રીતે જ રૂપિયા 86 લાખની છેતરપિંડી કરવામાં આવી છે અને તે રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ પણ કરી લીધા છે. જો કે આરોપીને પોલીસે ઝડપી પણ લીધો છે. પોલીસ ગિરફતમાં આવેલો આરોપી મૂળ આંધ્રપ્રદેશનો રહેવાસી છે અને આરોપીનું નામ અય્યપ્પા સ્વામી છે. સાયબર ક્રાઈમ દ્વારા આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી નિવૃત આર્મી મેન છે અને નિવૃત્તિમાં તે ક્રિપ્ટો કરન્સીમાં રુપિયાની હેરફેર કરવા લાગ્યો છે.

આરોપી નીકળ્યો નિવૃત આર્મી મેન

આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ છેતરપિંડીના રૂપિયા અલગ અલગ ખાતામાંથી મેળવીને તે રૂપિયાને ક્રિપ્ટો કરન્સીમાં બદલીને વિદેશમાં બેઠેલા મુખ્ય આરોપીઓ સુધી મોકલી દીધા હતા. આ કામ કરવા પેટે આરોપીને 5 ટકા કમિશન મળ્યા હોવાનું સામે આવ્યું છે. છેતરપિંડીની નવી મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ફરિયાદી આઈટી કંપની ચલાવે છે અને ફરિયાદીના એકાઉન્ટન્ટને ફરિયાદીના નામના ફોટો વાળો એક વોટસએપ ઉપર મેસેજ આવ્યો અને જેમાં પોતે કંપનીના માલિકની ઓળખ આપી એક પ્રોજેક્ટ માટે કામ ચાલી રહ્યું છે અને તાત્કાલિક રૂપિયા એક ખાતા નંબરમાં જમા કરાવવા જાણ કરી હતી.

કંબોડિયાના નંબરથી આવ્યો મેસેજ

જેથી એકાઉન્ટન્ટ દ્વારા ખાતામાં 86 લાખ જમા કરાવતા ફરિયાદી ઉપર મેસેજ જતા ફરિયાદીએ એકાઉન્ટન્ટને પૂછતા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. સાયબરની તપાસમાં સામે આવ્યું કે જે એકાઉન્ટમાં રુપિયા ગયા હતા, તે મધ્ય પ્રદેશનું હોવાનું સામે આવ્યું અને જે અલગ અલગ લેયરમાં આરોપી સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જે નંબરથી મેસેજ આવ્યો તે કંબોડિયાથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી વિદેશથી આ ગેંગ ઓપરેટ થતી હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

સાયબર ક્રાઈમે હાલ 57 લાખ રૂપિયા ફ્રીઝ કરાવી દીધા છે અને આરોપીની ધરપકડ કરીને મોબાઈલ, સીમ કાર્ડ, cpu, ડેબિટ વાઉચર સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કર્યા છે. સાથો સાથ જે જે ખાતામાં રૂપિયા આવ્યા તે ખાતા ધારકોને પણ નોટિસ આપી બોલાવવામાં આવ્યા છે. ત્યારે ઝડપાયેલા આરોપી અન્ય કેટલી ગેંગ માટે કામ કરે છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button