સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર કલેકટર કચેરી તરફથી જાહેરનામા બહાર પડાય છે. પરંતુ તેની અમલવારી યોગ્ય થતી નથી. ત્યારે પરપ્રાંતીય મજુરોને લાવી પોલીસને જાણ કરવાના જાહેરનામાનો ભંગ કરનાર 19 સામે પોલીસ ફરિયાદો નોંધાઈ છે.
જિલ્લામાં તા. 4-10થી 30-11 સુધી પરપ્રાંતમાંથી મજુરો લાવી કામે રાખનાર વ્યકતીઓએ પોલીસને મજુરોને માહીતી આપવાનું જાહેરનામુ અમલી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાની સુચનાથી આ જાહેરનામાની અમલવારી માટે ખાસ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં આ જાહેરનામાનો ભંગ કરનાર ચોટીલાની જોલી સ્પીનીંગ મીલના રણજીત સંતોષભાઈ પન્જીયાર, અશ્વમેઘ કનૈયા હોટલના દેવીલાલ રતાજી ગામેતી, રામભારતસીંગ વિજયભાણસીંગ રાજપુત, નાની મોલડી પાસે યુપીબીહાર હોટલના પ્રવીણ આનંદકુમાર ચૌપાલ, ગીલ પંજાબ હોટલના જસારામ પીરારામ જાટ, સમરાથળ હોટલના પ્રભુરામ રૂપારામ થોરી, સવાઈ ભોજ હોટલના મહાદેવ બાલુરામ ગુર્જર, ચુડાના નવી મોરવાડ ગામે બજરંગ ઢાબાના આશુકુમાર લાલટન મંડન, દસાડાના નાવીયાણીના કીરણ પોપટભાઈ ઠાકોર, મીઠાઘોડામાં તવાની દુકાનના સીધ્ધરાજસીંહ લાલભા ઝાલા, ખારાઘોડાની પરફેકટ કંપનીના યોધાકુમાર વાસુદેવ ચૌહાણ, સાયલાની અપનાબજાર હોટલના રોબીનજીતસીંગ નરેન્દ્રસીંગ જાટ, એવરેસ્ટ સ્ટાર્ચ કંપનીના જેરામગીરી ઉત્તમગીરી ગોસ્વામી સામે ફરિયાદ થઈ છે. આ ઉપરાંત ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસે મુરઘી ફાર્મ ધરાવતા યાસીન મહમદભાઈ બાદલાણી, મુળીના શેખપર ગામે કાલાકપાસનો વ્યવસાય કરતા ધીરૂ જગમાલભાઈ ઉઘરેજા, સરલામાં દેવ નારાયણ સ્ક્રેપના પ્રહલાદ તોલુરામ ગુજર, મહાદેવગઢના ખેડુત વિક્રમ ભીમાભાઈ ખરગીયા, મુળીના દરબારપામાં મકાન બનાવનાર રાજુ બીજીયાભાઈ ડીંડોર, લીંબડીના કાનપરાના પાટીયા પાસેની હોટલ સ્વીટ સ્પોટના શબ્બીરઅલી ગુલામઅબ્બાસ સુનાસરા સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.
Source link