NATIONAL

Lucknow: મેરિયોટ, ફોર્ચ્યુન સહિત 10 હોટલને બોમ્બની ધમકી, માગ્યા 55 હજાર ડોલર

ગુજરાતના રાજકોટ શહેરની 10 હોટલોને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ હવે લખનૌનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. લખનૌની 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. યુપીની રાજધાનીમાં સ્થિત હોટેલ ફોર્ચ્યુન, લેમન ટ્રી અને મેરિયોટ સહિતની ઘણી હોટલોને ધમકીભર્યા મેલ મળ્યા છે. ઇ મેઇલમાં પૈસાની માંગણી પણ કરવામાં આવી છે. ઘટનાને પગલે હોટલ સંચાલકોએ પોલીસને જાણ કરી છે.

ઇ મેલમાં ધમકી આપવામાં આવી હતી કે જે તેઓ બોમ્બ ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરશે તો બોમ્બ વિસ્ફોટ કરી દેવામાં આવશે. માહિતી મળ્યા બાદ લખનઉની ઘણી હોટલોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિતની પોલીસ હોટલમાં ચેકિંગ કરી રહી છે. કૃષ્ણનગર સ્થિત પિકાડિલી હોટલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સમગ્ર હોટલની તપાસ કરવામાં આવી રહી છે.

55 હજાર ડોલરની ડિમાન્ડ

હોટલોમાં બોમ્બ હોવાની માહિતી મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મેઇલમાં લખવામાં આવ્યું છે કે તમારી હોટલના મેદાનમાં કાળી બેગમાં બોમ્બ સંતાડવામાં આવ્યા છે. પોલીસ અને હોટલ સ્ટાફ દ્વારા કાળી થેલીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ 55000 ડોલર જોઈએ છે, નહીં તો હું બોમ્બ વિસ્ફોટ કરીશ અને દરેક જગ્યાએ લોહી હશે. જો બોમ્બને ડિફયુઝ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેને વિસ્ફોટ કરવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવી છે.

આ હોટલોને ધમકીઓ મળી હતી

લખનઉની લક્ઝરી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શહેરની 10 હોટલોને ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો છે. જે હોટેલોને બ્લેક બેગમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે તેમાં હોટેલ મેરિયોટ, સર્કા હોટેલ, પિકાડિલી હોટેલ, કમ્ફર્ટ હોટેલ વિસ્ટા, ફોર્ચ્યુન હોટેલ, લેમન ટ્રી હોટેલ, ક્લાર્કસ અવધ હોટેલ, હોટેલ કાસા, દયાલ ગેટવે હોટેલ અને હોટેલ સિલ્વેટનો સમાવેશ થાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રાજકોટની હોટલોને પણ ધમકીભર્યા મેઈલ મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે શનિવારે ગુજરાતના રાજકોટની હોટલોને આવો જ મેઇલ મળ્યો હતો. ત્યાં પણ 10 હોટલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર હોટલોને રાત્રે 12:45 કલાકે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે મળીને આ હોટલોની તપાસ કરી હતી. પાંચ કલાકની તપાસ બાદ હોટલોમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button