MethiPak Recipe : શિયાળામાં ખાશો તો આખુ વર્ષ રહેશો તંદુરસ્ત ! આ રીતે જ ઘરે બનાવો મેથીપાક, જુઓ તસવીરો
ઘરે મેથી પાક બનાવવા માટે મેથીનો લોટ, ઘઉંનો લોટ, અડદનો લોટ, ગુંદર, કોપરાની છીણ, ઘી, ગંઠોળા પાઉડર, સૂંઠ પાઉડર, ખસખસ, બદામ, ડ્રાય ફ્રુટ્સ, ગોળ સહિતની સામગ્રીની જરુર પડશે.
મેથીપાક બનાવવા માટે સૌથી પહેલા ગુંદરને પીસી લો. ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ, અડદનો લોટ, ગુંદરનો પાઉડરને પેનમાં ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે આ મિશ્રણને બીજા વાસણમાં કાઢી લો. ત્યારબાદ ફરી એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ શેકી લો. આ પછી મિક્સ ડ્રાય ફ્રુટ, ખસખસ અને કોપરાની છીણને બરાબર મિક્સ કરી ઠંડુ થવા મુકો.
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરીને ઓગાળી લો. હવે તેમાં ઘઉં, મેથી અને ચણાના લોટનું મિશ્રણ સહિત સૂંઠનો પાઉડર ઉમેરી મિક્સ કરો.
હવે તૈયાર કરેલા મિશ્રણને એક થાળીમાં કાઢીને બરાબર પાથરી લો. તેમજ આ મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ તેના ચોરસ ટુકડા કરો. આ મેથીપાકને તમે થોડા દિવસ માટે સ્ટોર કરી શકો છો.
Source link