ધોલેરા સર વિસ્તારમાં પીપળી ગામની જમીન માં ભળતા નામ હોવાનો ફાયદો ઉઠાવી કેટલાક લોકોએ ખોટી રીતે વારસાઈ કરી પીપળી ની જમીનમાં વારસદાર તરીકે નામો ચડાવવા કારસો રચ્યો હતો જે સંદર્ભે અરજદાર દ્વારા ધંધુકા પ્રાંત કચેરી ખાતે અરજી કરવામાં આવેલ હતી
જેમાં પ્રાંત અધિકારી વિઘાસાગર દ્વારા અરજદાર ની તરફેણ માં હુકમ કરી ખોટા નામો હટાવવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.ખોટી રીતે જમીનમાં વારસાઈ કરી નામો દાખલ કરવાનો કિસ્સો બહાર આવતા ધોલેરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ધોલેરાના પીપળીની ખાતા નંબર 1148,રે. સર્વે નંબર 570,જૂનો સર્વે નંબર 616/1 તથા 2/1 વાળી જમીન તળશીભાઈ કાનાભાઈ ના નામે ચાલે છે. જ્યારે તળશીભાઈ મથુરભાઈ ગોગલા ખાતે મરણ જતા નામો મળતા હોઈ કૌભાંડીઓ એ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી ખોટી વારસાઈ બતાવી પીપળી ની તલશીભાઈ કાનાભાઈ વાળી જમીન ના સાચા સીધી લીટી ના વારસો હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે નામો દાખલ કરવા બાબતે પ્રેમજીભાઈ તળશીભાઈ એ ધંધુકા પ્રાંત અધિકારીની કચેરીમાં ફરિયાદ કરી હતી જે બાબતે પુરી તપાસ બાદ પ્રાંત અધિકારી વિઘાસાગરે હુકમ કરતા જણાવ્યું કે,અરજદાર પ્રેમજીભાઈ દ્વારા કરાયેલ ફરિયાદ અરજી ગ્રાહ્ય રાખવામાં આવે છે અને આ જમીનમાં ખોટી રીતે દાખલ કરાયેલ નામો ને ના મંજુર કરવાનો હુકમ કરવામાં આવે છે.
સમગ્ર મામલે પ્રેમજીભાઈ તલશીભાઈ મકવાણા રહે પીપળી ની વડીલોની પાર્જિત જમીન ધરાવે છે આ જમીનમાં ભળતા નામો નો લાભ ઉઠાવી ગોગલા ના રહીશો દ્વારા તલાટી, સાક્ષીના મેળાપીપણા સાથે જમીન માં ખોટી વારસાઈ કરી નામો દાખલ કરી દેવામાં આવ્યા હતા.આ બાબતે તલશીભાઈ કાનાભાઈ મકવાણા ના સીધી લીટી ના વારસદારો અને આ જમીન ના કબ્જેદારો દ્વારા ધંધુકા પ્રાંત કચેરીમાં ન્યાય માટે 14 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારીએ અરજકર્તા પ્રેમજીભાઈ ની અરજી ગ્રાહ્ય રાખી ખોટી રીતે દાખલ થયેલ નામો હટાવવાનો હુકમ કર્યો હતો તો અરજકર્તા એ ધોલેરા પોલીસ મથકમાં પણ 6 લોકો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે મંડળી બનાવી જમીન હડપ કરવા ષડયંત્ર રચી ખોટા સોગંધનામાં, ખોટી વારસાઇ નોંધ અને ગોગલા તલાટી દ્વારા ખોટું પેઢી નામું બનાવી કારશો રચવા બાબતે લેખિત અરજી કરવામાં આવી છે અને આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી છે.
આ કૌભાંડનો વિચાર ક્યાંથી આવ્યો
પીપલીની આ જમીન રિ સર્વે સમયે ખોટા આંકડા મુકાતા મૂળ 20 વિઘાની જમીન 40 વિઘા દર્શાવાઇ હતી આથી કેટલાક ભુ માફ્યિાઓ ની દાઢ ડળકી અને ભળતા નામ ધરાવતા ગોગલા ના ઈસમો સાથે મળી ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી પીપલીની આ જમીનમાં નામો દાખલ કરાવ્યા અને જમીન ના ધોલેરા પંથકમાં આસમાને પહોંચેલા ભાવો નો લાભ લઇ માલામાલ થવાના સ્વપ્ન જોયા હતા.
પોલીસને કરેલી અરજીમાં દર્શાવાયેલ આરોપીઓના નામો
1.કરશનભાઇ તલશીભાઈ મીઠાપરા રહે. ગોગલા, તા.ધોલેરા
2.સુરસંગભાઈ પ્રભુભાઈ ઝાપડીયા રહે. ગોગલા, તા.ધોલેરા
3.રમેશભાઈ કાળુભાઇ ભામભરીયા રહે. ગોગલા, તા.ધોલેરા
4.જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા રહે. પીપળી, તા.ધોલેરા
5.કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા રહે. પીપળી, તા.ધોલેરા
6.તલાટી કમ મંત્રી ગોગલા ગ્રામ પંચાયત રહે. ગોગલા, તા.ધોલેરા
Source link