ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે. મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે મનુ ભાકરનું નામ ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યું નથી પરંતુ તે તમામ સમાચારોને ફગાવી દેવામાં આવ્યા છે અને હવે આ અનુભવી ખેલાડીને દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ એવોર્ડ મળવા જઈ રહ્યો છે.
રમત મંત્રાલયે આજે (2 જાન્યુઆરી) રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી. 17 જાન્યુઆરી 2025 (શુક્રવાર)ના રોજ સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ આપવામાં આવશે. સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ, સરકારે નીચેના ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે.
આ ખેલાડીઓને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત
- ગુકેશ ડી (ચેસ)
- હરમનપ્રીત સિંહ (હોકી)
- પ્રવીણ કુમાર (પેરા એથ્લેટિક્સ)
- મનુ ભાકર (શૂટિંગ)
અર્જુન એવોર્ડ કોને મળ્યો?
- 1. જ્યોતિ યારાજી (એથ્લેટિક્સ)
- 2. અન્નુ રાની (એથ્લેટિક્સ)
- 3. નીતુ (બોક્સિંગ)
- 4. સ્વીટી (બોક્સિંગ)
- 5. વંતિકા અગ્રવાલ (ચેસ)
- 6. સલીમા ટેટે (હોકી)
- 7. અભિષેક (હોકી)
- 8. સંજય ( હોકી)
- 9. જરમનપ્રીત સિંઘ (હોકી)
- 10. સુખજીત સિંઘ (હોકી)
- 11. રાકેશ કુમાર (પેરા તીરંદાજી)
- 12. પ્રીતિ પાલ (પેરા એથ્લેટિક્સ)
- 13. જીવનજી દીપ્તિ (પેરા એથ્લેટિક્સ)
- 14. અજીત સિંહ (પેરા એથ્લેટિક્સ)
- 15. સચિન સર્જેરાવ ખિલારી (પેરા એથ્લેટિક્સ)
- 16. ધરમબીર (પારા એથ્લેટિક્સ)
- 17. પ્રણવ સુરમા (પેરા એથ્લેટિક્સ)
- 18.એચ હોકાતો સેમા (પેરા એથ્લેટિક્સ)
- 19. સિમરન જી (પેરા એથ્લેટિક્સ)
- 20. નવદીપ (પેરા એથ્લેટિક્સ)
- 21. નીતિશ કુમાર (પેરા બેડમિન્ટન)
- 22. તુલસીમથી મુરુગેસન (પેરા બેડમિન્ટન)
- 23. નિત્યા શ્રી સુમતિ સિવાન (પેરા બેડમિન્ટન)
- 24. રામદાસ (પેરા બેડમિન્ટન)
- 25. કપિલ પરમાર (પેરા જુડો)
- 26. મોના અગ્રવાલ (પેરા શૂટિંગ)
- 27. રૂબિના ફ્રાન્સિસ (પેરા શૂટિંગ)
- 28. સ્વપ્નિલ સુરેશ કુસલે (શૂટિંગ)
- 29. સરબજોત સિંઘ (શૂટિંગ)
- 30. અભય સિંહ (સ્ક્વોશ)
- 31. સાજન પ્રકાશ (સ્વિમિંગ)
- 32. અમન (કુસ્તી)
Source link