GUJARAT

દાંતના તબીબની બેદરકારીથી મહિલાને જડબામાં ફેકચર થયાની ફરિયાદ નોંધાઈ

  • ડહાપણ દાઢ કઢાવતા સમયે ડેન્ટલ ડ્રીલનો બળપ્રયોગ કરાયો
  • મહિલાએ વળતરની માંગ સાથે ગ્રાહક તકરાર નીવારણ ફોરમમાં કેસ દાખલ કર્યો
  • ડોકટરે ડહાપણ દાઢ દુર કરવા માટે ડેન્ટલ ડ્રીલીંગ મશીનનો બળપ્રયોગ ઉપયોગ

સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર રહેતી મહિલાને દાઢમાં દુઃખાવો થતા તેઓએ એક કલીનીકમાં બતાવ્યુ હતુ.

જેમાં ડોકટરે ડહાપણ દાઢ દુર કરવા માટે ડેન્ટલ ડ્રીલીંગ મશીનનો બળપ્રયોગ ઉપયોગ કરતા મહિલાને જડબામાં ફેકચર થયુ હતુ. ત્યારબાદ અન્ય ડોકટર પાસે જડબાનું ઓપરેશન કરાવાયુ હતુ. આ બન્ને સારવારમાં થયેલ ખર્ચ અને માનસીક યાતનાના વળતર માટે મહિલાએ ગ્રાહક તકરાર નીવારણમાં કેસ દાખલ કર્યો છે.

સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલ રામ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય ચૈતાલીબેન મુકેશભાઈ જાની ઘરકામ અને સાથે સાથે ટયુશન કરે છે. તેઓને ડાબીબાજુની દાઢમાં દુઃખાવો થતા તા. 29-5-2024ના રોજ રેસ્ટ હાઉસ પાસે આવેલ પ્રતીક ડેન્ટલ કલીનીક એન્ડ ઈમ્પ્લાન્ટ સેન્ટરના ડો. પ્રતીક એસ. શાહને બતાવવા ગયા હતા. જેમાં દવા લીધા બાદ પણ દુઃખાવો ન દુર થતા 5-6-2024ના રોજ ડોકટરની સલાહ મુજબ દાઢ દુર કરાઈ હતી. ત્યારબાદ ચૈતાલીબેનને દાઢમાં અસહ્ય દુઃખાવો થતો હતો, ખોરાક ચાવી શકતા ન હતા, બોલી શકતા ન હતા. આથી સાર્થ હોસ્પીટલના ડો. હરદીપસીંહ મોરીને બતાવતા તેઓએ દાઢ દુર કરતા સમયે ટેન્ટલ ડ્રીલીંગ મશીનના બળપ્રયોગથી ઉપયોગના લીધે જડબાનું ફેકચર થયાનું જણાવ્યુ હતુ. બાદમાં ચૈતાલીબેને ડો. હરદીપસીંહ મોરી પાસે જડબાના ફેકચરનું ઓપરેશન કરાવ્યુ હતુ. તયારે ડો.પ્રતીક શાહની ઘોર બેદરકારીને લીધે તેઓને માનસીક યાતના અને શારીરીક પીડા વેઠવી પડી હોવાથી ડોકટર સામે વળતર મેળવવા સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નીવારણમાં કેસ દાખલ કરાયો છે. જેમાં બન્ને હોસ્પીટલમાં થયેલ સારવારનો ખર્ચ 99,033, કાયમી ખોટના લીધે બોલી શકતા ન હોવાથી ટયુશન કલાસીસ ન ચલાવી શકવાથી રૂપીયા 3,50,000નું નુકશાન, ફરીયાદ ખર્ચના 25 હજાર, માનસીક ત્રાસના રૂપીયા 75 હજાર વળતર પેટે અપાવવા માંગ કરાઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button