GUJARAT

Vadodara: માંજલપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે દંપતીને લીધુ અડફેટે

નશાખોરો વાહન ચલાવતી વખતે પોતાની જાતની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોય છે. આવી જ વધુ એક ઘટના વડોદરાના માંજલપુર વિસ્તારમાં બની છે, જ્યાં નશાબાજ કાર ચાલકે દંપતીને અડફેટે લીધુ છે.

અકસ્માતને પગલે રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને પોલીસને બોલાવી

ગઈકાલે રાતે સાંજના 8.30 વાગ્યાના સુમારે અરવિંદ પરમાર પોતાની પત્ની સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમ્યાન ખાનગી હોસ્પિટલ પાસે માંજલપુર વિસ્તારમાં એક કાર ચાલકે નશાની હાલતમાં કાર ચલાવી બાઈક સવાર દંપતીને અડફેટે લેતા દંપતી ફંગોળાયા હતા. અકસ્માતને પગલે રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને પોલીસને બોલાવી હતી. જેમાં કાર ચાલક ચિરાગ પટેલ હોવાનું સામે આવ્યું હતું અને કારમાં પોલીસ લખેલી નંબર પ્લેટ અને દારૂની અડધી વપરાયેલી બોટલ પણ મળી આવી હતી.

નશાબાજ કાર ચાલક ચિરાગ પટેલની ધરપકડ કરવામાં આવી

જો કે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક મકરપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આરોપી નશાબાજ ચિરાગ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને સાથે કાર પણ કબ્જે કરવામાં આવી હતી. હાલ રાગિણી પરમાર સારવાર હેઠળ છે અને તેમના પતિ અરવિંદ પરમાર આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આ અગાઉ પણ કેટલાક નશાબાજોએ નશામાં ચૂર થઈને મોટા અકસ્માતો સર્જ્યા છે અને આવા તત્વો સામે કેસો પણ નોંધાયા છે અને આવા અકસ્માતમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

આરોપી સામે અકસ્માત અને પ્રોહીબિશનની એમ બે કલમ હેઠળ ગુનો નોંધાયો

એસીપી પ્રણવ કટારીયાનું કહેવું છે કે ઘટનાના ગણતરીના કલાકમાં જ આરોપી ચિરાગ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની સામે અકસ્માત અને પ્રોહીબિશનની એમ બે કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જોકે તેનો પિતરાઈ ભાઈ રેલવે પોલીસમાં હોવાથી તેની કાર લઈને ચિરાગ નીકળ્યો હતો અને નશો કરીને અકસ્માત સર્જ્યો હતો. તેને લીવરમાં સમસ્યા હોવાથી મેડિકલ ગ્રાઉન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે અવાર નવાર માંજલપુર વિસ્તાર સહિત અનેક સ્થળોએ નશાબાજો લોકોને અડફેટે લઈ રહ્યા છે, ત્યારે પોલીસે પણ કડક પેટ્રોલિંગ વધારવાની જરૂર છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button