GUJARAT

Mehsana: સ્પાઈડર લીલીની ખેતી કરી વર્ષે લાખો કમાય છે ખેડૂત

  • એકવાર વાવેતર બાદ 10થી 15 વર્ષ સુધી ફૂલ મળે છે
  • કોચવા ગામે સ્પાઈડર લીલી નામના ફૂલનું ઉત્પાદન
  • બેથી ત્રણ ખેડૂતો આ ફૂલની ખેતી કરી લાખો કમાય છે

મહેસાણા જિલ્લાના કોચવા ગામે સ્પાઈડર લીલી નામના ફૂલનું ઉત્પાદન થઈ રહ્યું છે. અહીંયા 2 થી 3 એવા સફળ ખેડૂતો છે જે સ્પાઈડર લીલીનું વાવેતર કરી રહ્યા છે, સ્પાઈડર લીલી વધારે પાણીમાં થતો પાક છે. જે બારેમાસ ઉત્પાદન આપે છે અને જેમાંથી કમાણી પણ સારી થાય છે.

અહીં થાય છે સ્પાઇડર લીલી ફૂલની ખેતી

મહેસાણા જિલ્લામાં વિવિધ ગામોનો સમાવેશ થાય છે જે પોતાની અલગ અલગ ખેતી માટે ઓળખાય છે. આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં આગળ સ્પાઈડર લીલી નામક ફૂલની ખેતી થઈ રહી છે. ગામમાં આ ખેતી કરતા 2 થી 3 સફળ ખેડૂતો છે પરંતુ સમગ્ર મહેસાણામાં આ ફૂલની ખેતી કરતા ખેડૂતો આ ગામમાં જ છે. મહેસાણા જિલ્લાના કોચવા ગામના સ્પાઈડર લીલીની સફળ ખેતી કરતા ખેડૂત વિજયભાઈ અંબાલાલ બારોટ છેલ્લા ઘણા વર્ષોથી સ્પાઇડર લીલીની સફળ ખેતી કરે છે. તેઓએ સ્પાઈડર લીલીની ખેતી વિશે જણાવતા કહ્યું કે આ પાક એ બારેમાસ ઉત્પાદન આપતો ફૂલનો પાક છે જે ખાસ કરીને વધારે પાણી હોય ત્યારે જ થાય છે, એક વીઘામાં એક વર્ષે 35 હજાર જુડી ફૂલનું ઉત્પાદન આપે છે, અને ખર્ચમાં અન્ય કોઈ ખર્ચ આવતો નથી . આ ખેતીને પાણીની જરૂરિયાત સામાન્ય ખેતી કરતાં વધારે રહે છે.

મહેસાણામાં આ નવી ખેતી છે-ખેડૂત

વિજયભાઈ અંબાલાલ બારોટે જણાવ્યું હતું કે, સ્પાઇડર લીલી મહેસાણામાં નવી ખેતી છે. બીજા કોઈ ખેડૂતો વિશેષ માત્રામાં આ ખેતી કરતા નથી. આનો ધરું અમે બોરસદથી લાવેલા છીએ. વાવણી કર્યા બાદ ત્રણ વર્ષ સુધી માવજત કર્યા પછી ઉત્પાદન આપે છે. ઉત્પાદન આપવાના બે વર્ષ બાદ જે ફૂલ માલ આવે જેને યુવાની કહેવાય એ આવતી હોય છે.

25 વર્ષથી સ્પાઇડર લીલી ફુલનું ઉત્પાદન થાય છે

ખેડૂતે વધુમાં જણાવ્યું કે, અમે છેલ્લા 25 વર્ષથી સ્પાઇડ લીલીની ખેતી કરીએ છીએ. બે ખેતરોમાં થઈ કુલ ચાર વિઘામાં ખેતી કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં ખૂબ ઓછું ઉત્પાદન આપતું હોય છે. જ્યારે એની યુવાની અવસ્થા ચાલુ થાય ત્યારે એટલે વિઘે 35 થી 40 હજાર ઝુડી જેવું ઉત્પાદન આપે છે. ખર્ચમાં ફૂલ વિણવાનો ખર્ચ પડે, પાણી ખર્ચ, ફૂલ બચાવવા જે દવા આવતી હોય એ ખર્ચ પડે વધુ પડતો પાણી અને છાણીયા ખાતરનો ખર્ચ પડે છે.

એક ફૂલની જુડી વ્યાપારી 5 રૂપિયે ખરીદે છે

ખેડૂતે વેચાણ બાબતે જણાવ્યું કે, અમે એક ફૂલની ઝુડી વ્યાપારીને 5 રૂપિયે આપીએ છીએ. અંદાજે વિઘે પોણા 2 લાખ રૂપિયાનો ફુલોનો વેપાર થાય છે. અહીંયા ઉત્પાદન થતા ફૂલ મહેસાણામા ફુલોના વ્યાપારીને આપવામાં આવે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં બીજા કોઈ મોટા ખેડૂત આવી ખેતી કરતા નથી. આમારા ગામમાં અમારા સિવાય બીજા એક બે નાના ખેડૂત છે. જે આ ખેતી કરે છે.

એક વાર મહેનત કર્યા પછી દસ વર્ષ સુધી ઉત્પાદન થાય છે

આમ તો રોજે રોજ ફૂલ આવે છે. પણ જ્યારે વાદળછાયું વાતાવરણ હોઈ ત્યારે ફૂલ ઓછા આવતા હોય છે. સ્પાઇડર લીલીની ખેતી વાવેતર કર્યા બાદ 10 વર્ષ સુધી ઉત્પાદન આપે છે. દર સાલ કટીંગ કરવામાં આવતું હોય છે. દિવાળી ટાઈમે સ્પાઇડર લીલીના તમામ પત્તા કાપી દેવામાં આવે છે. વર્ષમાં એક વખત આ પાકની ફરતે સફાઈ કરવી જ પડે છે.

સ્પાઈડર લીલીનો ઉપયોગ હાર બનાવવામાં થાય છે

આપણે ફૂલ હારની દુકાનોમાં ગુલાબના મોટા હાર જોતા હોઈએ છીએ એ ગુલાબના હારની વચ્ચે કેટલાક સફેદ ફૂલો લગાવેલા હોઈ છે એને સ્પાઇડર લીલી ફૂલ તરીકે ઓળખવામાં આવે છે. આ સફેદ સ્પાઇડર લીલી ફૂલ ગુલાબના હારોમાં લગાવવાથી એની શોભામાં વધારો થાય છે. જેના કારણે ફુલોના વ્યાપારીઓના ત્યાં ઢગલા બંધ સ્પાઇડર લીલીના ફૂલો જોવા મળતા હોય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button