GUJARAT

Kutch: 78માં સ્વતંત્રતા દિવસ પર ભૂજના વ્યક્તિએ માઉન્ટ એલ્બ્રુટસ પર લહેરાવ્યો તિરંગો

  • ચેતન નાકરાણી માઉન્ટ એલ્બ્રુટ્સ સર કરનાર પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યા
  • રશિયા અને યુરોપ મહાદ્વીપની સૌથી ઉંચી ચોટી માાઉન્ટ એલ્બ્રુટ્સ પર તિંરગો લહેરાવ્યો
  • આ પહેલા પણ 3000-4000 મીટરની ઉંચાઈ પર દેશનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ચુક્યા છે

કચ્છ-ભૂજના નખત્રાણાના પર્વતારોહી ચેતન દિલિપભાઈ નાકરાણીએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. આજે 78માં સ્વતંત્રતા દિવસ અને 25માં કારગિલ વિજય દિવસના અવસર પર ચેતન નાકરાણીએ રશિયા અને યુરોપ મહાદ્વીપની સૌથી ઉંચી ચોટી માાઉન્ટ એલ્બ્રુટ્સ પર તિંરગો લહેરાવ્યો છે.

માાઉન્ટ એલ્બ્રુટ્સની ઊંચાઈ 18,510 ફૂટ

તમને જણાવી દઈએ કે રશિયા અને યુરોપ મહાદ્વીપની સૌથી ઉંચી ચોટી માાઉન્ટ એલ્બ્રુટ્સની ઊંચાઈ 18510 ફૂટ એટલે કે 5642 મીટર છે. માઉન્ટ એલ્બ્રુટ્સનો વિશ્વના સૌથી ઊંચા 7 માઉન્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારે આજે 15 ઓગસ્ટની સવારે 9.13 મિનિટે (રશિયા સમયનુસાર) ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને સાથે જ કારગિલ યુદ્ધની અંદર વિરગતી પામનાર 527 શુરવીરોને પોતાના અલગ અંદાજથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 527 શુરવીરોના નામ એક રાષ્ટ્રધ્વજ પર લખેલા હતા.

કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી

માઉન્ટ એલ્બ્રુટ્સની ચોંટી પર ધ્વજ ફરકાવ્યો હતો અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ચેતન નાકરાણી આ પહેલા પણ 3000-4000 મીટરની ઉંચાઈ પર દેશનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ચુક્યા છે.

માઉન્ટ એલ્બ્રુટ્સ સર કરનાર પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યા ચેતન નાકરાણી

ચેતન નાકરાણીના નામે વર્ષ 2023ના લદ્દાખના સૌથી ખતરનાક ટ્રેક ચાદર પર 394 ફૂટ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવી ચુકયા છે. ત્યારે હાલમાં માઉન્ટ એલ્બ્રુટ્સ સર કરનાર પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યા છે. ચેતન નાકરાણીના જણાવ્યા અનુસાર તેમનું આગામી લક્ષ્ય માઉન્ટ કિલીમંજારો, આફ્રિકાને હાંસલ કરવાનું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button