GUJARAT

Gujaratમાં વરસાદને લઈ વલસાડ અને દમણમાં રેડ એલર્ટ અપાયું

  • 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
  • વલસાડ અને દમણમાં અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ
  • દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આપાહી કરી છે.અગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે,એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ થશે,મધ્યપ્રદેશ થઈને આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશી છે જેને લઈ સારો વરસાદ થઈ શકે છે.માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 5 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

આજે કયાં અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, અમરેલી,ભાવનગર,અમદાવાદ,ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે,સાથે સાથે ભાવનગર અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,સમગ્ર ગુજરાતમા બે દિવસ સારો વરસાદ રહેશે અને વરસાદના કારણે નવા જળાશયોમાં નીરની પણ આવક થશે.રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.મોન્સૂન ટ્રફ,ઓફ શોર ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે.

જાણો સોમવાર અને મંગળવારે કયાં પડી શકે છે વરસાદ

સોમવારે એટલે આઠમના દિવસે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં પડશે સારો વરસાદ

28 ઓગસ્ટની આસસપાસ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતાઓ છે.આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદ માહોલ યથાવત રહેવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ જણાવે છે કે, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button