GUJARAT

Western Railway દ્વારા રાજકોટ-બાડમેર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને ધ્યાનમાં લઈને એક મહત્વનો નિર્ણય પશ્ચિમ રેલ્વે દ્વારા હવે મુસાફરોની સુવિધા માટે, રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 04820/04819 રાજકોટ-બાડમેર સ્પેશિયલ

ટ્રેન નંબર 04820 રાજકોટ-બાડમેર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 04.10.2024 થી 18.11.2024 સુધી રાજકોટ થી દર શુક્રવાર અને સોમવારે 01.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 15.00 કલાકે બાડમેર પહોંચશે.

ટ્રેન નંબર 04819 બાડમેર-રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ

ટ્રેન નંબર 04819 બાડમેર-રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 03.10.2024 થી 17.11.2024 સુધી બાડમેર થી દર ગુરુવાર અને રવિવારે 09.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.00 કલાકે રાજકોટ પહોંચશે.

બંને દિશામાં આ સ્ટેશન પર ઊભી રહેશે

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી, બાલોત્રા અને બાયતુ સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સેકન્ડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

IRCTC વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકાશે

ટ્રેન નંબર 04820 નું બુકિંગ 15 સપ્ટેમ્બર, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button