GUJARAT

આયુર્વેદિક-હોમિયોપથિકના પ્રથમ રાઉન્ડમાં કુલ 6,278 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

આયુર્વેદિક અને હોમિયોપથિકના પ્રથમ રાઉન્ડમાં કુલ 6,278 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. BAMSમાં 2,691 અને BHMSમાં 3,587 વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવાતાં 898 બેઠક ખાલી પડી છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થીઓએ તા.11 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટીંગ કરી પ્રવેશ કન્ફર્મ કરી દેવાનો રહેશે.

આયુર્વેદિક અને હોમિયોપથિકની સ્ટેટ ક્વોટા તેમજ ખાનગી કોલેજની 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટા બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ માટે રાજ્યભરમાથી 23,587 જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાથી 22,864 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરાયો હતો. મેરિટમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓની કોલેજ પસંદગીની પ્રક્રિયા તા.7 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી જેની મુદત આજે 10 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ છે. ચોઈસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રવેશ સમિતિ દ્વારા આજે મંગળવારે મોડી સાંજે પ્રથમ રાઉન્ડના પ્રવેશ ફાળવવામાં આવ્યાં છે. એ મુજબ BAMSમાં 2,691 અને BHMSમાં 3,587 મળી કુલ 6,278 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલ NRI અને PwDની આયુર્વેદમાં 361 અને હોમિયોપેથીમાં 537 બેઠક બીજા રાઉન્ડ દરિયાન ખાલી રહેશે તો મેનેજમેન્ટ ક્વોટામાં કનવર્ટ થઈ જશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button