GUJARAT

Dwarkadhish મંદિરના શિખર પર તિરંગા કલરનો ધ્વજ લહેરાયો

  • દ્વારકામાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી
  • મંદિરમાં પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવવામાં આવી
  • જગત મંદિર ખાતે રોજ 5 વાર ધજા બદલવામાં આવે છે

દ્વારકાધીશ મંદિરના શિખર પર તિરંગા કલરનો ધ્વજ લહેરાયો છે. જેમાં દ્વારકામાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. મંદિરમાં પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવવામાં આવી છે. સ્વતંત્રતા પર્વની ધામધૂપૂર્વક ભવ્ય ઉજવણીના રંગે ભક્તો પણ રંગાયા છે. દ્વારકાધીશ મંદિર ભક્ત દ્વારા આજે પ્રથમ ધ્વજા તિરંગા કલરની ચઢાવી હોય મંદિરના શિખર દેખાઇ રહ્યું છે.

જગત મંદિર ખાતે રોજ 5 વાર ધજા બદલવામાં આવે છે

આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા જગત મંદિરના શિખર ઉપર તિરંગા કલરની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છએ કે આજે ભાવિક ભક્ત દ્વારા મંદિર ઉપર તિરંગાના રંગની ધજા ફરકાવવામાં આવી છે. આથી આજે જગત મંદિર ખાતે દેશભક્તિ તેમજ ધાર્મિક પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો. જગત મંદિર ખાતે રોજ 5 વાર ધજા બદલવામાં આવે છે.

દેશભક્તિ સાથે ભક્તિના રંગે ભક્તો પણ ભગવાન સંગ રંગાયા

દેશભક્તિ સાથે ભક્તિના રંગે ભક્તો પણ ભગવાન સંગ રંગાયા છે. દ્વારકાધીશ મંદિર પર ભક્ત દ્વારા તિરંગો લહેરાવી ભક્તોએ ભક્તિ સાથે દેશ ભક્તિ પણ બતાવી છે. દ્વારકાધીશના મુખ્ય મંદિર 150 ફુટના શિખર પર ભકતો દ્વારા 52 ગજની ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બહારની કોઈ વસ્તુ કે પ્રસાદ ચડાવતો નથી. મંદિરના શિખર પર ધજાજી ચડાવવામાં આવે છે. આ ધજાજી ચડાવવા માટે અગાઉથી બુકીંગ કરવામાં આવે છે. ધજાજીની નોંધણી ગુગળી બ્રાહ્મણ ટ્રસ્ટની કચેરીમાં થાય છે. આદિકાળથી પરંપરાગત ગુગળી બ્રાહ્મણને હક મળેલા છે. સાથે જ અંદાજે 200 જેટલી કાયમી ધજાજીનુ બુકીંગ થયેલ છે. એટલે કે નિયત દિવસે તારીખ કે તિથી મુજબની દર વર્ષનુ ધજાજીનુ બુકીંગ થયેલ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button