GUJARAT

Ahmedabad: હાથીજણમાં સ્કૂલ બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા મહિલાનું મોત

અમદાવાદના હાથીજણ જશોદાનગર રોડ પર એક્ટિવા ચાલક મહિલાને સ્કૂલ બસે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું છે.

એક્ટિવા ચાલક મહિલા વિંઝોલથી જશોદાનગર તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન આ જીવલેણ ઘટના બની હતી. પરિણીત યુવતીનું ઘટના સ્થેળે જ મોત થતાં તેમના પતિ અને સ્નેહીજનોએ બસ ચાલક સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અકસ્માત સર્જીને બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી પરત થઈ ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાની ઉંમર આશરે 25 વર્ષની હતી અને પરિવાર સાથે વિંઝોલના ઓમકાર રેસીડેન્સીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આ યુવતીના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેઓ ઓરિસ્સાના વતની હતા. ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ચીમલા ફાટક પાસે વિચિત્ર અકસ્માત સર્જાતા હાઇવે પર ચક્કાજામ

ચીખલી તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચીમલા ફાટક પાસે કારને બચાવવા જતા કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટીને સામેના ટ્રેક પર જઇ કન્ટેઇનર સાથે અથડાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કાર હાઈવેની અડીને આવેલા ચીકુવાડીમાં ખાબકી હતી. સુરત-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હોન્ડ ગામે કાવેરી નદીના પુલ આગળ ચીમલા ફાટક પાસે ચીમલા તરફથી હાઇવે પર આવી રહેલ આઇ-20 કાર (નં. જીજે-21-સીબી-1804)ને બચાવવા જતા દહેજથી મુંબઈ તરફ જઇ રહેલ કેમિકલ ભરેલ ટેન્કર (નં. એનએલ-01-5612)ના ચાલકે કાબૂ ગુમાવતા ટેન્કર પલ્ટીને સામેની વલસાડ-સુરત તરફના ટ્રેક પર જઇને કન્ટેનર (નં. એમએચ-39-સી-1931) સાથે અથડાયું હતું. જ્યારે કાર બાજુની ચીકુવાડીમાં જઇને ખાબકી હતી. ચીમલા ફાટક પાસે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતને પગલે વલસાડ-સુરત હાઇવે પર વલસાડ તરફના છેડે વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામ થયો હતો. બનાવને પગલે પીઆઇ સહિત સર્વેલન્સ સ્ટાફ પહોંચી જઇ ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ ટેન્કરમાં કેમિકલ હોય સાવચેતીના ભાગરૂપે વલસાડ, ચીખલી, ગણદેવીના ફાયર ફાયટરને સ્ટેન્ડ બાય રખાયા હતા. ટેન્કરમાં ઇમેજિંગ નામનું કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદનસીબે આગ ન લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી પરંતુ અકસ્માતમાં વાહનોને નુકસાન થવા સાથે ટેન્કરમાં સવાર ફિરોઝ મિજામુદ્દીન અલી તથા શબ્બીર કરમુલ્લા અલી (બન્ને રહે.દેવરિયા, યુ.પી)ને ઇજા પહોંચતા ચીખલીની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button