GUJARAT

Rajkot: ચીફ ફાયર ઓફિસરને રૂપિયા 1.80 લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

  • RMC ચીફ ફાયર ઓફિસર એ.બી.મારુ ઝડપાયા
  • ફાયર NOC માટે 3 લાખની લાંચ માગી હતી
  • રાજકોટ મનપાની કચેરીએ જ લાંચ લેતા ઝડપાયા

રાજ્યમાં ફરી એક વખત લાંચિયા અધિકારી ઝડપાયા છે. રાજકોટમાં ફાયર ઓફિસર પોતે જ લાંચ લેતા ઝડપાયા છે. RMCના ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા છે. ફાયર ઓફિસરે ફાયર એનઓસી માટે લાંચની રકમ માગી હતી અને તે રકમ લેતા ACBએ ઝડપી લીધા છે.

ચીફ ફાયર ઓફિસરે 3 લાખની લાંચ માગી હતી

ચીફ ફાયર ઓફિસરે ફરિયાદીને ફાયર એનઓસી માટે રૂપિયા 3 લાખની લાંચ માગી હતી, જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACB અધિકારીને રંગેહાથ ઝડપી લીધા છે. રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે જ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઘણા લાંચિયા અધિકારી રાજ્યમાંથી ઝડપાયા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ અગ્નીકાંડ મામલે પણ ચીફ ફાયર ઓફિસર હાલમાં જેલ હવાલે છે.

અગાઉ પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 25 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો હતો

થોડા દિવસ અગાઉ જ રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો. ACBએ ટ્રેપ ગોઠવીને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિપુલ ઓળકિયાને લાંચ લેતા રંગહાથ ઝડપી લીધો હતો. કોન્સ્ટેબલ સાથે ભાવિન રૂઘાણી નામનો ખાનગી શખ્સ પણ ઝડપાયો હતો. ફરિયાદી વિરુદ્ધ થયેલી અરજીમાં હેરાન પરેશાન ન કરવા માટે કોન્સ્ટેબલ વિપુલ ઓળકિયાએ લાંચની માગણી કરી હતી અને આ સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો.

અમદાવાદમાં પણ ACBએ આસિસ્ટન્ટ TDOને લાંચ લેતા ઝડપી લીધા હતા

લાંચિયા અધિકારીઓ સામે ACB કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે અને થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં સરકારી અધિકારીને લાંચ લેતા ઝડપ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં આસિસ્ટન્ટ TDO તરીકે કામ કરતા હર્ષદ ભોજકને રૂપિયા 20 લાખની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધો હતો અને તેની વિરૂદ્ધ વધુ તપાસ હાથ ધરતા તેના ઘરેથી વધુ 70 લાખથી વધુ રોકડ રકમ મળી આવી હતી અને આ સિવાય લાખો રૂપિયાના દાગીના પણ એસીબીને મળ્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button