ENTERTAINMENT

હાર્દિક પંડ્યાથી છૂટાછેડા બાદ નતાશાનો સહારો બન્યો આ વ્યક્તિ, અભિનેત્રીએ બતાવી ઝલક

  • નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં
  • નતાશા સ્ટેનકોવિક માટે તેનો પુત્ર અગસ્ત્ય તેનો સહારો બન્યો
  • નતાશાએ તેના પુત્ર માટે લખ્યું હતું કે, ‘My Little Helper’

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. કપલે થોડા સમય પહેલા છૂટાછેડાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ નતાશા તેના પિયર શિફ્ટ થઈ ગઈ છે. આ સમય દરમિયાન અભિનેત્રીને ક્રિકેટરને છોડવા માટે નેટીઝન્સ દ્વારા ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

જોકે, હવે એક મોડલ સાથે હાર્દિકના કથિત અફેરના સમાચાર સામે આવ્યા છે હવે લોકોએ હાર્દિકને તેમના નિષ્ફળ લગ્ન માટે જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું છે. હવે નતાશાએ ખુલાસો કર્યો છે કે આ મુશ્કેલ સમયમાં કોણ તેની મદદ કરી રહ્યું છે.

નતાશા માટે કોણ બન્યું આધાર?

માતા પોતાના બાળક માટે પહાડો ઓળંગી શકે છે અને તે જ રીતે તેને જીવન જીવવાનું કારણ પણ તેના બાળક પાસેથી મળે છે. છૂટાછેડાની પીડાનો સામનો કરી રહેલી નતાશા સ્ટેનકોવિક માટે તેનો પુત્ર અગસ્ત્ય તેનો સહારો બન્યો છે. અભિનેત્રીએ તેની ઈન્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેનો પુત્ર કાચના ટેબલને સાફ કરવામાં મદદ કરતો જોવા મળે છે. વીડિયોની સાથે નતાશાએ તેના પુત્ર માટે લખ્યું હતું કે, ‘My Little Helper.’

હાર્દિકથી અલગ થયા બાદ નતાશા સ્ટેનકોવિકે ફરી કામ શરૂ કર્યું

હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશાએ હવે પોતાના કામ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. 13 ઓગસ્ટ 2024ના રોજ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના કામ સાથે સંબંધિત એક વિડિઓ શેર કર્યો છે. બ્રાન્ડ શૂટ માટે મોડલ અદભૂત ડ્રેસમાં જોવા મળી હતી.

નતાશાના પૂર્વ પતિ હાર્દિકને ફરી નવો પ્રેમ મળ્યો?

નતાશાએ તેના પુત્ર અગસ્ત્ય સાથે ફરી જીવનની શરૂઆત કરી રહી છે ત્યારે હાર્દિક ગ્રીસમાં વેકેશન માણી રહ્યો છે. હવે એવી અફવાઓ ફેલાઈ રહી છે કે ક્રિકેટરના જીવનમાં નવો પ્રેમ આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે રિલેશનશિપમાં હોઈ શકે છે. હકીકતમાં ગ્રીસથી બંનેની પૂલ સાઈડની તસવીરો વાયરલ થઈ હતી. જોકે આ તસવીરોમાં બંને સાથે નહોતા પરંતુ ફોટાઓની સમાન પૃષ્ઠભૂમિ જોઈને નેટીઝન્સ માને છે કે હાર્દિક એક બ્રિટિશ સિંગરને ડેટ કરી રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button