GUJARAT

Ahemdabad: મહાદેવ ઉર્ફે સૌરભ આણી મંડળીની તપાસ પાટણ પોલીસથી છીનવી SMCનો સોંપાઈ

ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા પાટણમાંથી ઝડપાયેલા મહાદેવ ઉર્ફે સૌરભ ચંદ્રાકર આણી મંડળીના કેસની તપાસ ડીજીપીએ એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ)ને સોંપી છે.

2300 કરોડના માધુપુરા સટ્ટા રેકેટમાં પણ વોન્ટેડ સૌરભ ચંદ્રાકરનું નામ પાટણથી ઝડપાયેલા સટ્ટા રેકેટમાં ખૂલ્યું હતું. સૌરભ ચંદ્રાકર હજુ પણ સક્રીય હોવાનું અને એક પછી એક સટ્ટા રેકેટ માટે નવી એપ્લિકેશન તૈયાર કરી રેકેટ ચલાવી રહ્યાનો પર્દાફાશ થયો હતો. સૌરભ ચંદ્રાકરની યુનિકોન365 એપમાં પ્રથમ દષ્ટીએ આ જુગારની એપ હોવાનું સ્પષ્ટ થતું ન હતું પણ આઈડી લીધા બાદ એપમાં સટ્ટો રમવા માટેનું કન્વર્ટ ઓપ્શન હોવાની વિગતો પોલીસને મળી હતી.

એસએમસીએ પાટણની જીવરાજપાર્ક સોસાયટીના એક મકાનમાં રેડ કરી હરીશકુમાર ઉર્ફે જીગર કેશવલાલ ઠક્કર, વાઝીદ સલીમ શેખ, વિજય રસીકભાઈ ઠક્કર, પ્રતીક રતિભાઈ લિમ્બાચિયા અને વૈભવ પ્રકાશભાઈને ઓનલાઈન ગેમિંગ એપ પર સટ્ટો રમાડતા ઝડપી લીધા હતા. આ કેસમાં મહાદેવ બૂકના સંચાલક સૌરભ ચંદ્રાકર ઉર્ફ મહાદેવનું નામ ખુલ્યું હતું. યુનિકોન365 એપ સૌરભ સહિતના લોકો ઓપરેટ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ તપાસમાં ખુલેલી વિગત હરીશ ઠક્કર આ એપથી ઓનલાઈન ગેમિંગ એપનો સટ્ટો રમાડી રહ્યો હતો. હરીશ મુખ્ય સૂત્રધાર હોવાનું અને અન્ય લોકો તેના ત્યાં નોકરી કરતા હતા. આ કેસમાં અમિત મજેઠિયા, સૌરભ ચંદ્રાકર અને હર્ષિત સહિતના લોકો ફરાર છે. આમ મહાદેવ વિરૂદ્ધ મજબૂત સંકજો કસવા માટે ડીજીપી વિકાસ સહાયે પાટણ પોલીસ પાસેથી કેસની તપાસ લઈ એસએમસીને સોંપવાનો નિર્ણય લીધો હતો.

વેપારી રાતોરાત કરોડપતિ થવાના ચક્કરમાં સટ્ટાના રવાડે ચડયો

એસએમસીની તપાસમાં ખુલેલી વિગત મુજબ ઓનલાઈન ગેમ સટ્ટા રેકેટમાં પકડાયેલા હરિશ ઉર્ફ જિગર ઠક્કરની પાટણમાં મીઠાઈની દુકાન આવેલી છે. મીઠાઈની દૂકાન ચલાવતા જીગરે કરોડપતી થવાના ચક્કરમાં સટ્ટાનો રસ્તો અપનાવ્યો હતો. અગાઉ તે લોકોને ગોવા કેસીનોમાં રમવા લઈ જતો હોવાની વિગતો મળતા એસએમસીએ તપાસ હાથ ધરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button