GUJARAT

Ahemdabad સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનો રસ્તો હવે ત્રણ-વર્ષ માટેમાટે વન-વે

કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડીને તે જગ્યા પર નવુ અધત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી કરવાની છે. જેના પગલે આજથી ત્રણ વર્ષ સુધી સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો રેલ્વે સ્ટેશન તરફ્નો એક સાઈડનો રસ્તો વાહન વ્યવહારની અવર જવર માટે બંધ રહેશે. જેથી તેની વિરુધ્ધ દિશાનો રોડ પર વન-વે તરીકે જ ઉપયોગ કરી શકાશે. કાલુપુર રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરીના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જ્યારે આ રસ્તો બંધ રહેવાથી ટ્રાફ્કિની સમસ્યા ઘણી સર્જાશે. ત્યારે વૈકલ્પિક માગ તરીકે વાહનચાલકો સારંગપુર સર્કલથી પાંચકુવા થઈ રેલ્વે સ્ટેશન તથા કાલુપુર જવા માટે મોતીમેહલ થઈને જવુ પડશે.

આ ઉપરાંત કાલુપુર રેલ્વે સ્ટેશનની અંદર જવા માટે જુનો એન્ટ્રી ગેટ પેસેન્જરો માટે ચાલુ રાખવામાં આવશે. તેમજ રેલ્વે સ્ટેશનના પેસેન્જરો માટે બહાર નીકળવા માટે પશ્વિમ તરફ્થી ફ્ૂટ બ્રીજ બનાવવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે ટ્રાફ્કિ પોલીસ દ્વારા પણ ટ્રાફ્કિ ન થાય તે માટે ધ્યાન રાખવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button