ગુજરાતમાં નકલીની બોલબાલા છે ત્યાં ભાજપના ઉમેદવાર નકલી હિન્દુ બની, જન્મ તારીખના ખોટા દસ્તાવેજ રજૂ કરી ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા હતા.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં નવરંગપુરા વોર્ડમાં ભાજપના ઉમેદવાર નીરવ જગદીશ કવિએ પાંચમી ફેબ્રુઆરી 2021ના રોજ ફોર્મ ભર્યું હતું,
તેમાં જન્મ તારીખ 11-11-1977 દર્શાવી હતી, જે ખોટી જન્મ તારીખ છે, તેમની સાચી જન્મ તારીખ 1-6-1975 છે, એટલું જ નહિ પરંતુ નીરવ કવીની સાચી જન્મ તારીખના આધારે તેઓ મુસલમાન રાજ કવી મીર છે. આ પ્રકરણમાં અમદાવાદની સેશન્સ કોર્ટે ભાજપના કાઉન્સિલર નીરવ કવી સામે ફરિયાદ દાખલ કરી, પ્રોસેસ કાઢવા માટે હુકમ કર્યો છે.કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, નીરવ કવીની સાચી જન્મ તારીખના આધારે તેઓ મુસલમાન રાજ કવી મીર છે.
સાચા પુરાવા રેકર્ડ ઉપર ના આવે તેવા બદઈરાદાથી ખોટી જન્મ તારીખ લખાવીને તેના આધારે તેમનું આધારકાર્ડ, ચૂંટણી, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટસ બનાવ્યા હતા. આ મામલે કોંગ્રેસના નવરંગપુરા વોર્ડના ઉમેદવાર જયકુમાર પટેલને પોલીસ કચેરીઓમાં લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ કાર્યવાહી નહીં થતાં અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં ક્રિમીનલ કેસ આઈ.પી.સી.ની કલમ 191, 192, 193, 196, 199, 414, 420 મુજબ 2721/2021 નો દાખલ કર્યો હતો, સાચી જન્મ તારીખ 1/6/1975 સાચી છે તે સાબિત કરવા માટે પંકજ વિદ્યાલય તેમજ સમર્થ હાઈસ્કુલના જનરલ રજીસ્ટરના રેકર્ડ સાથે કોર્ટમાં જુબાની આપેલી અને જન્મ તારીખ 1/6/1975 છે તે સાબિત કરેલ, આ કેસમાં કોર્ટે ક્રિમીનલ પ્રોસીઝરની કલમ 203 હેઠળ ફરિયાદ રદ કરી હતી, એ પછી સેશન્સ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો, જેમાં બન્ને પક્ષકારોની રજુઆત સાંભળ્યા બાદ સેસન્સ જજ એમ.પી. પુરોહિતે ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરી, ભાજપના મ્યુનિ. કાઉન્સીલર નીરવ કવી સામે ઉપરોક્ત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પ્રોસેસ કાઢવા હુકમ કર્યો છે.
Source link