અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટની ઈમેલ ધમકીથી ખળભળાટ, અનેક સ્કૂલોમાં રજા જાહેર

by

Thenewsdk

Updated: 17-12-2025, 01.29 PM

Follow us:

અમદાવાદ શહેરમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ભારે દોડધામ મચી ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવેલી અંદાજે 19 જેટલી સ્કૂલોમાં ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ તાત્કાલિક રજા જાહેર કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર સ્કૂલોમાં બપોરે 1:11 વાગ્યે ઈ-મેઈલ મારફતે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ધમકીના સંદેશમાં “સ્કૂલ બ્લાસ્ટથી સાબરમતી જેલ સુધી” એવો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી.

ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ પોલીસ તાત્કાલિક એલર્ટ પર આવી ગઈ હતી. શહેરની સંવેદનશીલ જગ્યાઓ સાથે સાથે મુખ્ય સ્કૂલ પરિસરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ મુખ્યમંત્રી કાર્યાલય (CM Office) અને સચિવાલય ખાતે પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઈ-મેઈલ મોકલનારની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.