અમદાવાદ: હાઈકોર્ટ કર્મચારીના સગીર પુત્રએ સાયન્સ સીટીમાં યુવક ઉડાવ્યો, કારની સ્પીડ એટલી હતી કે એરબેગ પણ ખુલી ગઈ

by

Thenewsdk

Updated: 04-02-2026, 09.19 AM

Follow us:

અમદાવાદ શહેરના સાયન્સ સીટી રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં સગીર દ્વારા બેફામ રીતે કાર ચલાવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. બહેનના ઘરે મુલાકાત લેવા આવેલા યુવકને 15 વર્ષના સગીરે કારથી અડફેટે લીધો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

ભોગ બનનાર વિરમભાઈ રબારી રિક્ષામાંથી ઉતરી સોસાયટીના ગેટથી અંદર પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલી પોલો કારએ તેમને ટક્કર મારી હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે કારની એરબેગ ખુલી ગઈ, જે કારની અતિશય સ્પીડનો સ્પષ્ટ પુરાવો આપે છે.

અકસ્માત બાદ સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિરમભાઈને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ શરીરના અનેક ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ સામે ઝઝૂમી રહ્યા છે.

અકસ્માત કરનાર સગીર એ જ સોસાયટીમાં રહેતો હોવાનું અને તેના પિતા ગુજરાત હાઈકોર્ટમાં કર્મચારી હોવાનો ખુલાસો થયો છે. ઇજાગ્રસ્ત યુવકે આક્ષેપ કર્યો છે કે, પિતા વગદાર હોવાથી સગીર લાયસન્સ વગર અવારનવાર બેફામ રીતે કાર ચલાવતો હતો. આ ઘટનાએ વાલીઓની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

એ-ડિવિઝન ટ્રાફિક પોલીસે IPC અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કાયદા મુજબ સગીરને વાહન આપનાર વાહન માલિક સામે પણ કાર્યવાહી થવાની જોગવાઈ છે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ પોલીસ આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કડક કાર્યવાહી કરીને ન્યાયિક ઉદાહરણ સ્થાપિત કરે છે કે નહીં.

આ ઘટના અમદાવાદ શહેરમાં વધતા જતા સગીર ડ્રાઈવિંગના કિસ્સાઓ માટે ચેતવણીરૂપ છે. સ્ટેટસ કે લાડના કારણે બાળકોને વાહન સોંપવું નિર્દોષ નાગરિકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.